- ખેડા જિલ્લાના ઠાસરા સેવાલિયા રોડ પર કારે બાઈકચાલકને મારી ટક્કર
- કારની ટક્કર વાગતા બાઈકચાલક યુવાન કેનાલમાં ગરકાવ થઈ ગયો
- નડીયાદ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવાનની શોધ શરૂ કરી
ખેડાઃઠાસરા તાલુકાના બાધરપુરા પાસે એક યુવક બાઈક પર આવી રહ્યો હતો. તે દરમિયાન પૂરઝડપે આવતી કારે આ યુવાનને અડફેટે લીધો હતો. આથી યુવાન ફંગોળાઈને બાજુની કેનાલમાં પડ્યો હતો. જ્યારે તેનું બાઈક પુલ પર જ રહી ગયું હતું. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળા મોટી સંખ્યામાં કેનાલ પર એકત્ર થઈ ગયા હતા. આ ઘટના અંગે જાણ કરવામાં આવતા ઠાસરા પોલીસ તેમ જ નડીયાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. નડીયાદ ફાયરબ્રિગેડની ટીમે કેનાલમાં દોરડા નાખી યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે.