ખેડાઃ જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 14 કેસ નોંધાયા છે. જિલ્લા તેમજ નડિયાદમાં પણ દિનપ્રતિદિન વધી રહેલા કેસને લઈ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર પણ બંધ કરવામાં આવ્યું છે.
સમગ્ર ખેડા જિલ્લા અને ખાસ કરીને નડિયાદમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોજેરોજ કેસ વધી રહ્યા છે. કોરોનાના વધતા કહેરને કારણે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. રોજે રોજે નવા વિસ્તારોમાં કેસ આવતા કન્ટેનમેન્ટ વિસ્તારો પણ વધી રહ્યા છે.
ખેડામાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં વધુ 14 કેસ નોંધાયા, કુલ આંકડો 173 - Number of positives in Nadiad
ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસને લઇ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર પણ બંધ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. જેેને લઇ પોઝિટિવ કેસોનો કુલ આંકડો 173 પર પહોંચ્યો છે.
ખેડામાં કોરોનાનો હાહાકાર 24 કલાકમાં વધુ 14 કેસ નોંધાયા, કુલ આંકડો 173
જેને લઈ લોકોની અવર-જવર સહિતની પ્રવૃત્તિઓ પ્રતિબંધિત થઈ રહી છે. કેસમાં સતત થઈ રહેલા વધારાને લઈ તંત્ર સહિત લોકો ચિંતિંત બન્યા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 173 પર પહોંચ્યો છે.