- સામાન્ય ઝઘડામાં પતિ-પત્નીએ બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યું
- નડીયાદ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ
- પતિનો બચાવ,મહિલા અને બાળકની શોધખોળ હાથ ધરાઈ
નડિયાદ તાલુકાના કેરીઆવી ગામ પાસેથી મહી કેનાલ પસાર થઈ રહી છે. જ્યાંથી સાંજે પતિ પત્ની પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામાન્ય બાબતને લઈ બંને વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો. જેને લઈ બંને પતિ-પત્નીએ બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યુ હતું.
નડીયાદ પાસે પતિ પત્નીએ બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યું પતિનો બચાવ,મહિલા અને બાળકની શોધખોળ હાથ ધરાઈ
કેનાલમાં ઝંપલાવવાની ઘટનાને પગલે આસપાસના લોકો કેનાલ પર ભેગા થઇ ગયા હતા. જે અંગે બચાવ કામગીરી માટે નડીયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેને લઇ પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલમાં ત્રણેયની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં પતિને હેમખેમ કેનાલમાંથી બહાર કાઢી બચાવી લેવાયો હતો. જ્યારે તેની પત્ની અને બાળકની નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા હાલ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને પગલે નડિયાદ રૂરલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.