- જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક યોજી
- રાજ્યમાં કોરોનાને લઈને સુવિધામાં વધારો કરવામાં આવ્યો- જાડેજા
- ખેડા જિલ્લાની સિવિલ હોસ્પિટલ તથા વિવિધ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી
ખેડા: કોરોના મહામારીમાં રાજયના નાગરિકોને સહાયરૂપ થવા રાજય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ શુક્રવારે ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ પદાધિકારીઓ પાસેથી કોવિડ-19ની ખેડા જિલ્લાની માહિતી મેળવી નાગરિકોને મદદરૂપ થવા અંગે ચર્ચા વિચારણા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પુરું પાડયું હતું.
અધિકારીઓ સાથે કરી બેઠક
ગૃહપ્રધાને ત્યારબાદ જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા સહિત જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ-19 અંગે વિચારણા કરી હતી તેમજ નાગરિકોને આ મહામારીમાં જરૂરી તમામ સાધન સહાયની મદદ કરવા તથા આ મહામારી સામે રક્ષણ માટે કોવિડ-19ના રાજય અને કેન્દ્ર સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા જણાવ્યું હતું. પ્રદિપસિંહ જાડેજાએ નડિયાદ સિવિલ હોસ્પિટલ, વડતાલ/નરસંડા પીએચસી/મહેમદાવાદ સીએચસી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીંયા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે જિલ્લામાં કોવિડની પરિસ્થિતિનુ પ્રેઝન્ટેશન કર્યુ હતું.
આ પણ વાંચો : મેડિકલ કોલેજના અધ્યાપકોની 15 માંગણીઓ અંગે સરકાર બીજી બેઠકમાં નિર્ણય લેશે