ખેડા: મહેમદાવાદ (Harsh Sanghvi launched Project Swayamsiddha) ખાતે વિંગ્સ ટુ ફ્લાય સંસ્થાના સહયોગથી મહિલાઓને આત્મ નિર્ભર અને સ્વાવલંબી બનાવવા સ્વયંસિધ્ધા પ્રોજેક્ટ (Project Swayamsiddha at Kheda) શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રોબેશેન ગુનાહિત મહિલાઓને ટ્રેનીંગ આપી સ્વરોજગારી અપાશે. પ્રાથમિક તબ્બકે મહિલાઓને સીવણ ક્લાસ, બ્યુટી પાર્લરની તાલીમ આપવામાં આવશે. મહિલાઓના બાળકોને પણ ટ્રેનીંગ દરમિયાન ટ્યુશન ક્લાસિસ કરશે. આ પ્રસંગે ગૃહપ્રધાન હર્ષ સંઘવી,રેન્જ IG, SP સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતા. સાથે જ ખેડા જિલ્લાના ધારાસભ્યો અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા.
ખેડાના મહેમદાવાદ ખાતે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જીલ્લા પોલિસના મહિલાઓ માટેના પ્રોજેક્ટ સ્વયંસિદ્ધાનું લોકાર્પણ કર્યુ - ખેડા ખાતે પ્રોજેક્ટ સ્વયંસિદ્ધ
ખેડા જીલ્લાના મહેમદાવાદ ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી ખેડા જીલ્લા પોલિસના સ્વયંસિદ્ધા પ્રોજેક્ટનું (Project Swayamsiddha at Kheda) ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. (Harsh Sanghvi launched Project Swayamsiddha) શેત્રુંજય પર્વત વિવાદ મુદ્દે ગૃહપ્રધાને નિવેદન આપ્યું હતું કે ટાસ્કફોર્સની પ્રોસિજર પુર્ણ થયેલ છે અને નામની આજે જાહેરાત થશે.
શેત્રુંજય મુદ્દે આજે ટાસ્કફોર્સની જાહેરાત કરાશે:શેત્રુંજય પર્વત વિવાદ મુદ્દે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે, પ્રોસિજર પુર્ણ થયેલ છે અને આજે ટાસ્કફોર્સના સભ્યોના નામ જાહેર કરવામાં આવશે. જે આરોપીએ દાદાના પગથિયાં અને પગલા તોડ્યા હતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આગામી દિવસોમાં પાલિતાણા ખાતે પોલીસ ચોકી અને પોલીસ સ્ટાફ મૂકવામાં આવશે. ગુજરાતના કોઈ પણ ધાર્મિક સ્થળ પર તમામ જગ્યાઓ પર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કડક સજા આપવામાં ગુજરાત પોલીસ મક્કમ: આ પ્રસંગે મંચ પરથી બોલતા તેમણે જણાવ્યુ હતું કે, કિશન ભરવાડના આરોપીને ઉદાહરણ રૂપ કડકમાં કડક સજા આપવામાં આવશે. હજુ ગુજરાતમાં 2-4 કેસમાં પણ કડક વલણ અમલ કરી સજા આપવા ગુજરાત પોલીસ મક્કમ છે.