ગુજરાત

gujarat

ETV Bharat / state

Holi 2023: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે ફાગણી પૂનમના રોજ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં રંગોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંતોએ કેસૂડાના જળથી હરિભક્તોને ભીંજવ્યા હતા.

Holi 2023: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી
Holi 2023: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી

By

Published : Mar 8, 2023, 10:51 AM IST

ખેડા: વડતાલ મંદિરના હરી મંડપ પાછળ આવેલ વિશાળ પટાંગણમાં 207મો ભવ્ય રંગોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, કોઠારી ડોક્ટર સંત સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌતમપ્રકાશદાસજી તથા બાપુ સ્વામી, વિષ્ણુ સ્વામી (અથાણાવાળા) ની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક રંગોત્સવ ઉજવાયો હતો.

આ પણ વાંચો:Womens Day: રિવરફ્રન્ટ, AMTS, BRTS તેમજ મેટ્રોમાં મહિલાઓને સલામતીનો અહેસાસ કરાવવા કરાઈ અનોખી પહેલ

દેવોને ખજૂર, ધાણી,ચણાનો અન્નકૂટ: સવારે મંગળા આરતી બાદ નીજ મંદિરમાં બિરાજમાન દેવોને ખજૂર ધણી ચણા અને ખાંડના હારડાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિરમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સુરત રામપુરા મંદિરના કોઠારી પી.પી. સ્વામીએ રંગોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું.

સંતોએ હરિભક્તોને ભીંજવ્યા: આ રંગોત્સવમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સૌ હરી ભક્તોને રંગભીના આશીર્વાદ પાઠવ્યા હતા.મહારાજ તથા સંતો દ્વારા આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડી રંગોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આચાર્ય મહારાજ તથા સૌરભ પ્રસાદજી મહારાજ અને દ્ધિજેન્દ્રપ્રસાદજી મહારાજે હરિભક્તો પર મોટી પિચકારીઓ વડે કેસુડાના જળથી ભક્તોને ભીંજવ્યા હતા. ડીજેના તાલે હરિભક્તો ઝુમી ઉઠ્યા હતા.

આ પણ વાંચો:Budget Session: ગૃહમાં ઉજવાયો મહિલા દિવસ, પાટીલે અધ્યક્ષ પદ સંભાળતાં મહિલા ધારાસભ્યોએ જ કરી ચર્ચા

2000 કિલો પાંદડીઓથી રંગોત્સવ ઉજવાયો:સતત ત્રણ કલાક સુધી રંગબેરંગી પાણીની છોળો અને 3000 કિલો અબીલ ગુલાલ અને 2000 કિલો પાંદડીઓના 250થી વધુ બ્લાસ્ટ કરી ઉડાવવામાં આવી હતી. ચરોતરના 30 થી વધુ ગામોના 300 જેટલા સ્વયંસેવકોએ ખડે પગે સેવા બજાવી હતી. સતત ત્રણ કલાક સુધી ભક્તો રંગોત્સવના રંગોનો આનંદ માણ્યો હતો.

સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન: આ પ્રસંગે સંસ્કૃત પાઠશાળાના અભ્યાસ કરતા વડતાલના સંતોએ સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી દ્વારા લેવાયેલા સાહિત્ય વિષય પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ થનાર નયન પ્રકાશ સ્વામી, માનસ પ્રકાશ સ્વામી, અક્ષર પ્રિયા સ્વામી તથા વડતાલ મંદિરના પૂજારી બ્રહ્મચારી પ્રભા નંદનજી ગુરુ હરિસ્વરૂપાનંદજી ને આચાર્ય મહારાજે અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી તથા વિષ્ણુ સ્વામી (અથાણાવાળા) અને હરિઓમ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details