ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોર નગરપાલિકાના પ્રમુખને પ્રમુખપદે યથાવત રાખવા હાઈકોર્ટનો હુકમ - Gujarat High Court

ખેડાની ડાકોર નગરપાલિકામાં હાલના પ્રમુખને નાણાકીય વહીવટ નહિં કરવાના હુકમ સાથે પ્રમુખપદે યથાવત રાખવાનો હાઈકોર્ટ દ્વારા વચગાળાનો હુકમ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા અગાઉ વહીવટદાર નિમવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

ડાકોર નગરપાલિકાના પ્રમુખને પ્રમુખપદે યથાવત રાખવા હાઈકોર્ટનો હુકમ
ડાકોર નગરપાલિકાના પ્રમુખને પ્રમુખપદે યથાવત રાખવા હાઈકોર્ટનો હુકમ

By

Published : Nov 7, 2020, 4:00 AM IST

  • ડાકોર નગરપાલિકાના પ્રમુખને પ્રમુખપદે યથાવત રાખવા હાઈકોર્ટનો હુકમ
  • અગાઉ વહીવટદાર નિમવા કર્યો હતો હુકમ
  • ભાજપના 7 સભ્યોને સભ્ય પદેથી દૂર કરાયા હતા

ખેડાઃ જિલ્લાના ડાકોર નગરપાલિકામાં હાલના પ્રમુખને નાણાકીય વહીવટ નહિં કરવાના હુકમ સાથે પ્રમુખપદે યથાવત રાખવાનો હાઈકોર્ટ દ્વારા વચગાળાનો હુકમ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા અગાઉ વહીવટદાર નિમવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

ડાકોર નગરપાલિકાના પ્રમુખને પ્રમુખપદે યથાવત રાખવા હાઈકોર્ટનો હુકમ

પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના વ્હીપ વિરૂધ્ધ મતદાન કરનારા સામે કરાઈ હતી કાર્યવાહી

જિલ્લાના ડાકોર નગરપાલિકાની 2018ની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના વ્હીપ વિરૂધ્ધ મતદાન કરનારા 7 સભ્યો ઉપર પક્ષ દ્વારા પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માર્ચ 2018માં પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહીમાં કોર્ટ દ્વારા 2 સપ્ટેમ્બર 2020ના રોજ ભાજપના 7 સભ્યોને સભ્ય પદેથી દૂર કરતો ચુકાદો આપવામાં આવ્યો હતો. તે દિવસે જ ડાકોર નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મહિલા અપક્ષ પ્રમુખ મયુરીબેન અને ભાજપ ઉપ્રમુખ કલ્પેશ ભટ્ટ ચૂંટાયા હતા. જો કે, 2 સપ્ટેમ્બર 2020 ડાકોર પાલિકાના ચૂંટણી અધિકારી પાસે પક્ષાંતર ધારાની હુકમની કોપી પહોંચી નહોતી. જેથી ગેરલાયક ઠરેલ સભ્યોને ચૂકાદો ના મળતા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં તેમના દ્વારા વોટિંગ કરાયું હતું.

ડાકોર નગરપાલિકાના પ્રમુખને પ્રમુખપદે યથાવત રાખવા હાઈકોર્ટનો હુકમ

નગરપાલિકા પ્રમુખને નાણાકીય વહીવટ નહિં કરવાના આદેશ સાથે પ્રમુખપદે યથાવત રાખવાનો વચગાળાનો હુકમ

ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ દ્વારા ગત 5 સપ્ટેમ્બર 2020 પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. જેને લઈ હાઈકોર્ટ દ્વારા 2 સપ્ટેમ્બર 2020ના રોજ યોજાયેલી ડાકોર પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વચગાળાના હુકમથી રદ કરી ડાકોર નગરપાલિકામાં વહીવટદારની નિમણૂક કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ શુક્રવારે હાઈકોર્ટ દ્વારા હાલના નગરપાલિકા પ્રમુખ મયુરીબેનને નાણાકીય વહીવટ નહિં કરવાના આદેશ સાથે પ્રમુખપદે યથાવત રાખવાનો વચગાળાનો હુકમ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details