ખેડામાં સગ્ગો બાપ બન્યો હેવાન, ફૂલ જેવી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું ખેડા:જિલ્લાના નડિયાદ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરનાર ઘટના સામે આવી છે. જેમાં પોતાની જ સગીર વયની દીકરી પર દિવ્યાંગ પિતાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે નડિયાદ રૂરલ પોલીસે પિતા સહિત સાત સગીર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી હેવાન પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલામાં પોલીસ દ્વારા અન્ય આરોપીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
"ભોગ બનનાર બાળકી સાથે તેના સગા પિતા દ્વારા શારીરિક દુર્વ્યવહાર કરવામાં આવતો હતો. તે બાળકીએ પોતાની કેફિયત લખીને બાળ સુરક્ષા અધિકારીને આપતા બાળ સુરક્ષા અધિકારીએ પોતે ફરિયાદી બની આ અનુસંધાને ફરિયાદ આપેલ છે. બાળકીના પિતાને અટક કરવામાં આવેલા છે"-- વી.આર.વાજપેયી (નાયબ પોલીસ અધિક્ષક)
વારંવાર દુષ્કૃત્ય: જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીએ નોંધાવી ફરિયાદ ભોગ બનનાર 13 વર્ષીય દીકરીએ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીને પિતા વારંવાર દુષ્કૃત્ય કરતા હોવાનું લેખિતમાં અને કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યુ હતું. તેમજ દિકરીએ અન્ય સાત નામો પણ જણાવ્યા હતા. જેના આધારે જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી દ્વારા આરોપી હેવાન પિતા વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વધુ તપાસ હાથ: પિતા તેમજ સાત સગીર આરોપી સામે નોંધાયો ગુનો મામલામાં નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન દીકરી પર અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આરોપી 47 વર્ષીય દિવ્યાંગ પિતા સહિત અન્ય સાત સગીર આરોપીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે.હાલ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવા સહિત સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સ્કૂલમાં પોક્સો એક્ટ સેમિનાર જોઈ દીકરીએ સમગ્ર હકીકત જણાવી ભોગ બનનાર દીકરી જે સ્કૂલમાં ભણે છે. તે સ્કૂલમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પોક્સો એક્ટને લઈને એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેને લઈ દીકરીને ખબર પડતા થોડી રડી હતી.બધાએ પૂછતા કોઈ જવાબ આપ્યો નહોતો.પરંતુ તે બાદ ધીરે ધીરે તેની હિંમત ખુલતા કાઉન્સેલિંગમાં તેણે પોતાની સાથે આવી ઘટના બની હોવાનું જણાવ્યુ હતું.
અમે ફરિયાદ નોંધાવી છે:જિલ્લા બાળ સુરક્ષા એકમ અધિકારી આ બાબતે જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી કિર્તીબેન જોષીએ જણાવ્યુ હતું કે, 'એક સગીર વયની તેર વર્ષની દીકરી જેણે અમને લેખિતમાં એવું નિવેદન આપ્યું કે મારા પપ્પા દ્વારા જ અવારનવાર મારા પર દુષ્કૃત્ય થઈ રહ્યું છે. બીજી સાત આરોપીઓના નામ પણ એણે લીધેલા છે. જેને લઈને અમે એના કાઉન્સેલિંગ રિપોર્ટ અને એના લેખિત નિવેદનના આધારે અમે ફરજના ભાગરૂપે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- Kheda News: ખેડામાં આઈસરમાં લઈ જવાતો 25 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
- Kheda News: કિડની કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો, ઉછીના લીધેલા પૈસા પાછા આપવા ન પડે તે માટે વાત ઉપજાવી કાઢી