ખેડાના મહુધામાં 2 જૂથ વચ્ચે અથડામણ, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત - kheda samachar
ખેડા : જિલ્લાના મહુધા તાલુકાના ડડુસર ગામમાં રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેના પગલે તંગદીલી વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ ઘટનાને પગલે DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
મહુધામાં 2 જૂથ વચ્ચે અથડામણ
મહુધા તાલુકાના ડડૂસર ગામમાં ગત રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં ભારે માત્રામાં પથ્થમારો પણ થયો હતો. આ સમગ્ર અથડામણનું રૂપ ગામમાં મુખ્ય રસ્તા પર બ્લોક નાખવાના મુદ્દે ઉભુ થયુ હતું. એક જૂથ દ્વારા બીજા જૂથ પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે હોબાળો સર્જાયો હતો. આ ઘટનાના પગલે DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.