ઠાસરા તાલુકાના જશુના મુવાડા અને ઢુણાદરા PHCમાં ફરજ બજાવતા તબીબોએ પ્રાઇવેટ હોસ્પિટલ શરૂ કરી હતી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડ્યા હતા. ડો.પંકજ વરિયા આયુષ ડોક્ટર તરીકે જશુના મુવાડા ખાતે ફરજ બજાવે છે. જયારે ડો.અમિષા ડાભી ઢુણાદરા ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. બંને ડોકટરે ખાનગી હોસ્પિટલ શરૂ કરવાના ઇરાદે રાજીનામું આપી આ હોસ્પિટલ શરૂ કરી છે, પરંતુ સરકારી નિયમ મુજબ રાજીનામા મંજુર થયા નથી. જેથી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
PHCના તબીબોએ ખાનગી હોસ્પિટલ શરૂ કરતા આરોગ્ય વિભાગના દરોડા - health department
ડાકોરઃ ડાકેરમાં આવેલી અને નવી બની રહેલી અમી હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. PHCમાં ફરજ બજાવતા તબીબો ફરજના સમય દરમિયાન ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદને લઇ તપાસ હાથ ધરવામાં આવી હતી.
etv bharat kheda
હોસ્પિટલના ચાલુ બાંધકામે જ તબીબો દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી છે. તબીબોના પ્રેક્ટિસનું લાયસન્સ રદ્દ કરવા સાથે હોસ્પિટલને સીલ મારવા અંગે પણ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.