ખેડાઃ વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશની આવનારી પેઢીને તંદુરસ્ત બનાવવામાં આશા બહેનોનો સિંહફાળો છે.તેઓ બાળકની જન્મ પહેલાથી જ વિશેષ કાળજી રાખે છે.બાળકની સાથે સાથે સગર્ભા માતાની પણ કાળજી રાખે છે. સગર્ભા બહેનોને તમામ મદદ, બાળક નિરોગી રહે, તંદુરસ્ત જન્મે તે માટે અન્ય દેશોની જેમજ ભારતમાં પણ તેટલી જ તકેદારી રાખવામાં આવે છે.
અન્ય દેશોની જેમજ બાળકોને બાળપણથી જ રસીકરણ,ખોરાક, પોષણક્ષમ આહાર વગેરેની ઉત્તમ સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. ગ્રામ્ય કક્ષાએ પ્રજાજનોમાં વર્ષોથી પડી ગયેલી ગેરસમજો અને અજ્ઞાનતાને દૂર કરવાની કામગીરી પણ આ બહેનો સુપેરે પુરી પાડી રહી છે. દંડક પંકજભાઈએ બહેનોને અપીલ કરી હતી કે, માતાઓ-બાળકોનો વિશ્વાસ જીતો અને તેઓને કોઇપણ પ્રકારની શારીરિક,માનસિક તકલીફના પડે,આરોગ્ય ઉચ્ચ કક્ષાનું જળવાઈ રહે, તેમજ પોષણક્ષમ આહાર મળે તે માટે વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતું.