આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મેલેરીયા નાબુદી કાર્યક્રમ- ૨૦૨૨ અંતર્ગત વાહકજન્ય રોગ નિયંત્રણ માટે મચ્છર ઉત્પતિસ્થાનોનો નાશ કરવા માટે સમગ્ર ગુજરાતમાં તળાવ, અવાવરુ કુવા, ચોખ્ખા પાણીના મોટા ખાડાઓમાં પોરા ભક્ષક માછલી મુકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના ભાગરુપે ખેડા જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જાગાણીની રાહબરી હેઠળ અને જિલ્લા મેલેરીયા અધિકારી જી.ઇ. ક્રિચ્શિયનના માર્ગદર્શન અને તાલુકા હેલ્થ ઓફીસર ડો.પરીખના સંયોજનથી મહુધા તાલુકાના મંગળપુર ગામે ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારની ઉપસ્થતિમાં પોરાભક્ષક માછલી મુકવામાં આવી હતી.
ખેડામાં મહુધાના મંગળપુર ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો - આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ
ખેડા: જિલ્લાના મહુધા તાલુકાના મંગળપુર ખાતે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા મેલેરિયા નાબુદી કાર્યક્રમ અંતર્ગત વાહકજન્ય રોગ નિયંત્રણ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય તેમજ જિલ્લા મેલેરિયા અધિકારીની ઉપસ્થિતિમાં તળાવમાં પોરા ભક્ષક માછલી મુકવામાં આવી હતી.
Mahudha
ફીણાવ અને વડથલ ગામે કારોબારી અધ્યક્ષ જયંતિભાઇ સોઢાની હાજરીમાં પોરાભક્ષક માછલી મુકવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનો હેતુ ખેડા જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીનો હતો. જેમાં હાજર ગ્રામજનોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ તથા મેલેરીયા,ડેન્ગ્યુ, ચિકનગુનીયા વિષે જિલ્લા મેલેરીયા અધિકારી જી.ઇ.ક્રિચ્શિયન દ્વારા રોગ અટકાયતી પગલા, ચિન્હો, લક્ષણો અને સારવાર અંગે વિસ્તૃત માહિતી આપી તથા પોરા ભક્ષક માછલી કેવી રીતે ઉપયોગી થાય છે તે અંગે નિદર્શન કરવામાં આવ્યુ હતું.