- દિવાળી પર્વ પર ડાકોરના ઠાકોર બન્યાં વેપારી
- હાટડી ભરી શેઠ બની રાજાધિરાજે સ્વીકારી ભક્તોની હૂંડી
- મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લઈ હૂંડી લખાવી ધન્યતા અનુભવી
ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દિવાળી પર્વે વિશેષ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રમા એકાદશીથી નૂતન વર્ષ દરમ્યાન વિવિધ તહેવારો ઉજવાય છે.
હાટડી ભરી શેઠ બની રાજાધિરાજે સ્વીકારી ભક્તોની હૂંડી
દિવાળીના દિવસે યોજાતા હાટડી દર્શન ( Hatdi darshan in Dakor Ranchhodrai temple ) તેમજ બેસતાં વર્ષે યોજાતા અન્નકૂટનું ( Annakut )વિશેષ મહત્વ ભાવિકોમાં રહેલું છે. દિવાળીના દિવસે રાત્રે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના હાટડી દર્શન યોજાયાં હતાં. જેમાં રણછોડરાયે વેપારી બની હાટડી ભરી ભક્તોની હૂંડી સ્વીકારીને તેની પોતાના ચોપડામાં નોંધ કરી હતી.