નડીયાદ ખાતે આવેલું રાજ્યનું એકમાત્ર ભોજપત્રીનું હેરિટેજ વૃક્ષ ખેડાગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરામાં આવેલા સૂર્યમંદિર અને વડનગરને યુનેસ્કોની (heritage tree Gujarat) વર્લ્ડ હેરિટેજ સાઈટની સંભવિત યાદીમાં સમાવેશ કરાયો છે. ત્યારે નડીયાદમાં રાજ્યનું એકમાત્ર ભોજપત્રીનું (heritage tree of Bhojapatri in Nadiad) હેરિટેજ વૃક્ષ આવેલું છે. જેને ગુજરાત સરકાર દ્વારા હેરિટેજ વૃક્ષજાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તમને સવાલ એ પણ થતો હશે કે આ વૃક્ષ શું અનોખી વિશેષતા ધરાવે છે કે જેના કારણે ગુજરાત સરકારએ હેરિટેજ (Gujarat government declared heritage tree) વૃક્ષ જાહેર કર્યું.
ભોજપત્રી વૃક્ષ અજાયબીધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ ગાર્ડનમાં ઉગેલું ભોજપત્રી વૃક્ષ એક અજાયબી સમાન છે. મેલાલ્યુકા લ્યુકોડેન્ડ્રનનું વૈજ્ઞાનિક નામ ધરાવતા આ વૃક્ષને કાયાપુટી (કાજુપુટી) અને પ્રાદેશિક ભાષામાંભોજપત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આ એકમાત્ર ભોજપત્રી વૃક્ષ (Kayaputi Bhojapatri tree of Nadiad) છે જેની અત્યારે ઉંમર લગભગ 65 વર્ષ છે. તે કુલ સરેરાશ 1000 વર્ષનું આયુષ્ય ધરાવે છે.આ ભોજપત્રી વૃક્ષનો(Bhojapatri tree at Nadiad) રોપો 1952માં જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ વિભાગના તત્કાલીન અધ્યક્ષ પી. એસ. ટુર દ્વારા વાવવામાં આવ્યો હતો.
ભોજપત્રની છાલનો ઉપયોગપ્રાચીન સમયમાં (Heritage Tree India) ગ્રંથો લખવા ભોજપત્રની છાલનો ઉપયોગ થતો આ વૃક્ષની છાલ સતત નીકળતી રહે છે. જેમાં અસંખ્ય પડ આવેલા છે. આ છાલનો ઉપયોગ પહેલાના જમાનામાં જ્યારે કાગળની શોધ થઈ ન હતી.ત્યારે ગ્રંથો લખવા માટે થતો હતો. આ છાલની વિશેષતા એ છે કે તેમાં ઉધઈ લાગતી નથી તેમજ છાલ પાણીમાં કોહવાતી નથી. આ કારણે ભોજપત્રીની (heritage trees gujarat) છાલ ઉપર લખેલા ગ્રંથો વર્ષો સુધી જળવાઈ રહે છે. નડિયાદનું કાયાપુટી ભોજપત્રી વૃક્ષ ખેડા ફોરેસ્ટ વિભાગ દ્વારા 2004માં આરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા આ ભોજપત્રી વૃક્ષને હેરિટેજ વૃક્ષ જાહેર કરવામાં આવ્યું છે.
ક્યાંય જોવા મળતું નથી આ વૃક્ષ :આ વૃક્ષ ગુજરાત સિવાય ક્યાંય જોવા મળતું નથી. જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના આચાર્ય અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અહીં સિવાય બીજે ક્યાંય આ વૃક્ષ જોવા મળતું નથી. વનવિભાગ દ્વારા આ વૃક્ષને આરક્ષિત જાહેર કરાયુ છે. તેઓ વારંવાર અહીં આવી વૃક્ષની સારસંભાળ રાખે છે એમ તેમણે જણાવ્યું હતું. જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સનું બોટનિકલ ગાર્ડન અનેક દુલર્ભ, લુપ્તપ્રાય અને આયુર્વેદિક મહત્વ ધરાવતા વૃક્ષો અને વનસ્પતિઓનું આશ્રયસ્થાન છે.