ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉંઢેલા પથ્થરમારોઃ દંડાવાળીથી લઈ DGPએ તપાસ સમિતી નીમી સુધીનો ઘટનાક્રમ

ગુજરાતના ખેડા જિલ્લાના માતર (Gujarat Viral Video) તાલુકાના ઉંઢેલા ગામે થયેલા પથ્થરમારાના (Kheda Stone Pelting) ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ કેસમાં મુખ્ય સચીવથી લઈને રેન્જ આઈજી સુધીના અધિકારીઓને કાયદેસરની નોટીસ આપવામાં આવી છે. આ મામલે ગૃહ પ્રધાને પણ ચોખવટ કરી છે. નવરાત્રીમાં આઠમના દિવસે બનેલી આ ઘટનાને લઈને રાજ્યમાં

ઉંઢેલા પથ્થરમારોઃ દંડાવાળીથી લઈ DGPએ તપાસ સમિતી નીમી સુધીનો ઘટનાક્રમ
ઉંઢેલા પથ્થરમારોઃ દંડાવાળીથી લઈ DGPએ તપાસ સમિતી નીમી સુધીનો ઘટનાક્રમ

By

Published : Oct 7, 2022, 7:48 PM IST

ખેડાઃગુજરાત રાજ્યના (Gujarat Viral Video) ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીદરમિયાન ગરબા રમતા લોકો પર પથ્થરમારાની ઘટના બની હતી. એની ખૂબ જ મોટી અસર થઈ છે. ખેડા પોલીસે પથ્થરમારો (Kheda Stone Pelting) કરનારા યુવકોને પકડી જાહેરમાં દંડાથી ફટકા માર્યા હતા. પોલ સાથે બન્ને હાથ પકડીને પાછળથી દંડા મારવામાં આવ્યા છે. જેને લઈને આ કેસમાં જોડાયેલા પોલીસ કર્મચારી સામે કાયદેસરના પગલાં લેવાયા છે. સુત્રોમાંથી જણાવ્યા અનુસાર DGP આશિષ ભાટીયાએ પાંચ સભ્યોની એક કમિટીની રચના કરી છે. જે આ મામલાની તપાસ કરીને અને અહેવાલ આપશે. એ પછી જવાબદાર પોલીસ કર્મચારી સામે પગલાં લેવા કે નહીં એન નિર્ણય લેવાશે.

ઉંઢેલા પથ્થરમારોઃ દંડાવાળીથી લઈ DGPએ તપાસ સમિતી નીમી સુધીનો ઘટનાક્રમ

જાહેરમાં દંડા માર્યાઃપોલીસે પકડેલા આરોપીઓની ગામમાં જાહેરમાં ધુલાઈ કરાઈ હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. માતર તાલુકાના ઊંઢેલા ગામે સોમવારે રાત્રે એક સમુદાયના લોકોએ ગરબા રમવા બાબતે પથ્થરમારો કર્યો હતો. જેમાં પાંચ ઉપરાંત વ્યક્તિઓને તેમજ બે પોલિસ જવાનોને ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાને પગલે જિલ્લા પોલીસ તંત્રએ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક પગલાં ભર્યા હતા. આ કેસમાં આરોપીઓએ જાહેરમાં ગામના લોકોની માફી માંગી હતી.

કોર્ટના ચૂકાદાનો ભંગઃઆ મામલાએ એક દિવસમાં મોટું રૂપ લઈ લીધું હતું. ખેડાપાસે આવેલા ઉંઢેલા ગામે અમદાવાદની એક બિનસરકારી સંસ્થાના વકીલ આનંદ યાજ્ઞિક મારફતે ચીફ સેક્રેટરી, ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, DGP અને ખેડા જિલ્લાના પોલીસ વડાને લીગલ નોટીસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં એવી માંગ કરવામાં આવી છે કે, પોલીસનું આ વલણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સરેઆમ ભંગ સમાન છે. જવાબદાર પોલીસ કર્મીચારી સામે ખાતાકીય, શિસ્ત અંગેના, શિક્ષાત્મક અને ક્રિમિનલ જેવા યોગ્ય પગલાં લેવામાં આવે.

રેન્જ આઈજીએ તપાસ કરીઃઆ સમગ્ર મામલે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંધવીએ નિવેદન આપ્યું હતું કે, જો કોઈને ગરબા ન ગમે તો તેને પથ્થર ફેંકવાનો પણ અધિકાર નથી. પથ્થરબાજોનો કોઈ ધર્મ હોતો નથી. જેમના પર પથ્થરમારો થયો છે તેમનો પણ માનવ અધિકાર છે. હવે સમય આવી ગયો છે કે આવા લોકોએ સામો જવાબ આપવાનો છે. આ ઘટનાની જાણ થતા માતર પોલીસ, LCB, SOG સહિત Sp, Dysp, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી ગઈ હતી. રેન્જ આઈજીએ પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ગામમાં નિરિક્ષણ કર્યું છે.

શું કહે છે સ્થાનિકોઃગામના સ્થાનિક દીલિપભાઈએ જણાવ્યું હતું કે, આઠમનો દિવસ હતો. એ દિવસે અમે ગરબા રમતા હતા. આ લોકોનું પહેલાથી જ પ્લાનિંગ હતું. અખિલ કરીને એક વ્યક્તિ હતો જેને પહેલા પથ્થરમારો ચાલું કર્યો. પછી ચારેય બાજુંથી પથ્થર મારવાના શરૂ થયા. એના કારણે લોકો દોડ્યા., ઘણા લોકોને આ પથ્થરમારાથી ઈજા થઈ છે. આ હેરાન કરવાનું પ્લાનિંગ હતું. DSP રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, તેઓ લોકો સાથે ઝઘડા કરવા લાગ્યા હતા. પછી થોડે દૂર જઈને પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના કારણે સાતથી આઠ લોકોને ઈજા થઈ છે. જેની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે. આ કેસમાં કડક સજા થાય એવા પગલાં લેવાશે.

ગૃહપ્રધાનનું નિવેદનઃગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કોઈને ગરબા ન ગમે તો તેને પથ્થર ફેંકવાનો પણ અધિકાર નથી. પથ્થરબાજોનો કોઈ ધર્મ હોતો નથી. જેમના પર પથ્થરમારો થયો છે તેમને પણ માનવ અધિકાર છે. હવે સમય આવી ગયો છે કે આવા લોકોએ જવાબ આપવો જોઈએ. ગુજરાત પોલીસે ગરબા ઉત્સવ દરમિયાન શાનદાર કામગીરી કરી છે. લોકો મોડી રાત સુધી ગરબા રમ્યા છે અને લોકોને રોજગારી મળી છે. આ માટે જનતાએ ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કરવો જોઇએ.

ABOUT THE AUTHOR

...view details