ખેડા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મહુધા વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું ચિત્ર ( Gujarat election 2022 )સ્પષ્ટ બન્યું છે. કારણ કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ બેઠકના ઉમેદવારો જાહેર થઇ ગયાં છે. આ સાથે ત્રિપાંખીયા જંગના મંડાણ થયાં છે.
મહુધામાં આપ ઉમેદવાર રાવજીભાઈ વાઘેલાસૌપ્રથમ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાની મહુધા બેઠક માટે રાવજી વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાવજીભાઈ જિલ્લા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ હતાં. તેઓ 30 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યાં હતાં. તેઓ મહુધા વિધાનસભા વિસ્તારના ચકલાસી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે. ચકલાસી વિસ્તારના ક્ષત્રિય આગેવાન છે. જે સીધી રીતે ક્ષત્રિય અને કોંગ્રેસની વોટ બેન્કને અસર ( Big fight ) કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
મહુધામાં કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ પરમારમહુધા બેઠક માટે કોંગ્રેસમાંથી વર્તમાન ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ( Indrajitsinh Parmar ) સિવાય અન્ય કોઈ પણ દાવેદારી નોંધાવાઈ નહોતી.જેથી કોંગ્રેસ દ્વારા તેમને રીપીટ કરવામાં આવ્યા છે. મહુધા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે. કોંગ્રેસ અહીં સતત જીતતી ( Hot Seat )આવી છે. ત્યારે અહીં કોંગ્રેસની સ્થિતિ સારી ટક્કર ( Big fight ) આપી શકે તેવી છે.
મહુધામાં ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહીડા જ્યારે ભાજપમાંથી મહુધા બેઠક માટે નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ મહીડાને ( Sanjaysinh Mahida ) ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે તેમજ ક્ષત્રિય વોટ પર પણ સારું પ્રભુત્વ ધરાવે છે. તેમ છતાં પણ કોંગ્રેસને તેમના તરફથી ભારે ટક્કર મળશે ( Big fight ) તેમ લાગી રહ્યું છે.
મહુધા બેઠક પર જાતિગત સમીકરણઆ બેઠક પર કુલ 247648 મતદારો છે તેમાં ક્ષત્રિય પ્રભુત્વ ( Gujarat election 2022 ) છે. ગ્રામીણ વિસ્તારની આ વિધાનસભા બેઠક ક્ષત્રિય પ્રભુત્વ વાળી બેઠક છે. જ્યાં 60 ટકા ઉપરાંત ક્ષત્રિય મતદારો છે. તેમજ 15 ટકા જેટલા મુસ્લિમ મતદારો છે. જે ક્ષત્રિય અને મુસ્લિમ મતદારો અહીં પરિણામ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જે અહીં અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં જોવા મળ્યું છે. આ બેઠક પર છેલ્લે થયેલી વસ્તી ગણતરી મુજબ મતદારોની સંખ્યામાં વધારો નોંધાયો છે. જે મુજબ 127585 પુરૂષ મતદારો, 120058 સ્ત્રી મતદારો તેમજ અન્ય 5 મળી કુલ 247648 મતદારો છે.
ગત ચૂંટણીમાં કોંગ્રેસને મળી હતી જીત 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ( Hot Seat ) ઈન્દ્રજીતસિંહ પરમાર ( Indrajitsinh Parmar ) અને ભાજપના ભારતસિંહ પરમાર ઉમેદવાર હતાં.જેમાં થયેલા કુલ 156222 ના મતદાનમાંથી ઈન્દ્રજીતસિંહ પરમારને 78006 જ્યારે ભારતસિંહ પરમારને 64405 મત મળ્યા હતાં. જેમાં ઇન્દ્રજીતસિંહ પરમારની જીત થઈ હતી.
ત્રિપાંખીયો જંગ હાલ તો કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા બેઠક પર કોંગ્રેસે બેઠક ટકાવી રાખવા અને ભાજપ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા તે આંચકી ( Gujarat election 2022 ) લેવા માટે કાંટે કી ટક્કર સર્જાશે તેમ જણાઈ રહ્યું છે.