ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ ઉમેદવારનો વિડીયો ટ્વીટ થતા રાજકારણમાં ગરમાવો, ખુલાસામાં કહ્યુ કંઈક આવું - ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખ જાહેર થતા જ ત્રણેય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. એવામાં ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારનો ભાજપના પ્રદેશ મહામંત્રીએ ટ્વીટ કર્યો હતો. જેને લઈને રાજકીય પક્ષો દ્વારા વિવિધ માધ્યમો દ્વારા ઉમેદવાર અને પક્ષનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આ બાબાતે ઇન્દ્રજીતસિંહ પરમારે વિડીયો જૂનો અને એડીટેડ હોવાનું જણાવ્યું હતું.

કોંગ્રેસ ઉમેદવારનો વિડીયો ટ્વીટ થતા રાજકારણ ગરમાવો, ખુલાસામાં કહ્યું કંઈક આવું
કોંગ્રેસ ઉમેદવારનો વિડીયો ટ્વીટ થતા રાજકારણ ગરમાવો, ખુલાસામાં કહ્યું કંઈક આવું

By

Published : Nov 21, 2022, 5:54 PM IST

ખેડાજિલ્લાની મહુધા વિધાનસભા બેઠકના (Mahudha assembly seat of Kheda district) કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate of Kheda Mahudha Seat) અને ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારનો વિડીયોભાજપના પ્રદેશ મહામંત્રી (State General Minister of BJP) પ્રદીપસિંહ વાઘેલાએ ટ્વીટ કર્યો હતો. જે વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. જેને લઈ ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા વિડીયો જૂનો અને એડીટેડ હોવાનું જણાવ્યું હતું. હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી2022ને (Gujarat Assembly Election 2022) લઈ રાજકીય પક્ષો દ્વારા વિવિધ માધ્યમો દ્વારા ઉમેદવાર અને પક્ષનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. ત્યારે કેટલાક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે.

ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારનો વીડીયો ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ટ્વીટ કર્યો હતો.જે વીડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.

મહુધા બેઠકના કોંગ્રેસ ઉમેદવારનો વિડીયો વાયરલપ્રદીપસિંહ વાધેલા દ્વારા ખેડા જિલ્લાની મહુધા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારનો વિડીયો ટ્વીટ કરાયો હતો. જેમાં ઈન્દ્રજીતસિંહ પરમાર ભાષણ કરતા જોવા મળે છે. જે વિડીયો વિવિધ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.

વિડીયો જૂનો અને એડીટેડ છે, મને બદનામ કરવાની કોશિશ: ઈન્દ્રજીતસિંહ પરમારવાયરલ વિડીયો બાબતે ઇન્દ્રજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ 2017નો જૂનો વિડિયો છે. મેં કોઈ ચોક્કસ સંપ્રદાય માટે હોસ્પિટલ ખસેડવાની વાત નથી કરી, પરંતુ હોસ્પિટલ નજીક રહે અને બધાને લાભ મળે તેવી વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા વિડીયો વાયરલ કરી મને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. ભાજપ હાર ભાળી ગઈ હોઈ હાર પચાવી શકતા નથી એટલે મારા જૂના વીડીયો એડીટ કરી વાયરલ કરી રહ્યા છે. એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે ETV Bharat વિડીયો વાયરલની પુષ્ટિ કરતું નથી.

ABOUT THE AUTHOR

...view details