ખેડા :જિલ્લાના આડીનાર ખાતે મહુધા વિધાનસભા બેઠકના ઉમેદવાર સંજયસિંહ મહીડાના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની (Amit Shah visits Kheda) જાહેરસભાનું યોજવામાં કરવામાં આવ્યું હતું. જેમાં અમિત શાહ દ્વારા કોંગ્રેસ પર ચાબખા મારી બહુમતીથી ભાજપ ઉમેદવારને વિજેતા બનાવી કમળ ખીલવવા આહવાન કરવામાં આવ્યું હતું. ભાજપ આગેવાનો સહિત કાર્યકરો અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. સભામાં ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. (Mahudha assembly seat)
અહીંયા એવો ધારાસભ્ય ચૂંટો છો જે વિરોધ જ કરે છે વિકાસ નથી કરતો : અમિત શાહ
મહુધાના ઉમેદવારના પ્રચાર માટે અમિત શાહની (Amit Shah visits Kheda) જાહેરસભાનું યોજવામાં કરવામાં આવ્યું હતું. જે સભામાં અમિત શાહે (Mahudha assembly seat) કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. (Gujarat Assembly Election 2022)
કોંગ્રેસ પર આકરા પ્રહાર વર્ષોથી મહુધા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જીતે છે. જેને લઈ મહુધા વિધાનસભા બેઠકના લોકોને સંબોધીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah attack Congress) જણાવ્યું હતું કે, મહુધા વિધાનસભા બેઠક પરથી ઘણા વર્ષોથી તમે કમળ ખીલાવ્યું નથી. આ વખતે ભુલ ના કરતા. સમગ્ર રાજ્યનો વિકાસ થાય છે, અહીંયા એવો ધારાસભ્ય ચૂંટો છો જે વિરોધ જ કરે છે વિકાસ નથી કરતો. મહુધાથી આ વખતે કમળ ગાંધીનગર મોકલવાનું છે, એમ જણાવી તેમણે ભાજપ ઉમેદવારને વિજયી બનાવવાનો સંકલ્પ કરવા સૌને આહ્વાન કર્યું હતું. (Amit Shah sabha in Kheda)
પરિવાર વાદ, જાતિવાદને લઈને પ્રહાર સભાને સંબોધતા અમિત શાહે કલમ 370, કોમી હુલ્લડ, રામ મંદિર, ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. જનમેદનીને સંબોધી તેમણે જણાવ્યું હતું કે વંશવાદ, પરિવાર વાદ, જાતિવાદથી ઘેરાયેલી કોંગ્રેસ અને બીજી બાજુ રાષ્ટ્રભક્તિ, વિકાસ અને ગરીબ કલ્યાણના રસ્તે નીકળેલી ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરવાની છે. (Gujarat Assembly Election 2022)