ખેડા: જિલ્લાના જોઈન્ટ એસોસિએશન એક્શન કમિટી દ્વારા જીએસટી પોર્ટલને લઇને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જીએસટી કાયદો લાગુ થયાને 31 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં જીએસટી પોર્ટલની કામગીરીમાં કોઈ સુધારો થઈ શક્યો નથી.
નડીયાદમાં જીએસટી પોર્ટલ મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ - જીએસટી પોર્ટલ
નડિયાદ ખાતે જીએસટી પોર્ટલ ઉપર રહેલી ટેકનિકલ તકલીફો બાબતે વકીલો, ચાર્ટડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેક્ટિશનરો દ્વારા જિલ્લા સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં જોઈન્ટ એક્શન કમિટી દ્વારા સંસદ સભ્ય, ધારાસભ્ય, કલેકટર તેમજ સેન્ટ્રલ જીએસટી તથા સ્ટેટ જીએસટી ઓફિસના અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
જીએસટી પોર્ટલમાં રહેલ અનેક ટેકનીકલ ખામીઓ બાબતે વિવિધ સ્તરે રજૂઆતો કરવા છતાં હજુ ટેક્નિકલ ખામીઓ દૂર થઇ શકી નથી. જીએસટી પોર્ટલની નબળી કામગીરીના કારણે કરદાતા, કર વ્યવસાયી સહિત દેશને નુકસાન થઈ રહ્યું છે. દર મહિને રિટર્ન ભરવાના છેલ્લા દિવસે સાઈટ કલાકો સુધી ઠપ્પ રહે છે અને મુદત પૂરી થતાં સાઈટ લેઇટ ફી સ્વરૂપે કરદાતાને ખંખેરી લે છે. જેવી અનેક તક્લીફો ઉદ્ભવે છે.
જેને લઈને જીએસટી પોર્ટલ તથા નેટવર્ક પરની ટેક્નિકલ ખામીઓ દૂર કરવા, જે કરદાતા પાસેથી લેઇટ ફી ઉઘરાવવામાં આવેલ હોય તે લેઇટ ફી પરત કરવા, ટેક્સ ભરવાની તથા રિટર્ન ભરવાની તારીખો અલગ રાખવામાં આવે, જીએસટી હેઠળની વિધિઓ તથા રિટર્નના ફોર્મેટમાં સરળીકરણ કરવામાં આવે અને જ્યાં સુધી જીએસટી પોર્ટલ ક્ષતિમુક્તના બનાવાય ત્યાં સુધી કોઈ જાતની લેઇટ ફીના લેવામાં આવે,પોર્ટલની કેપેસીટી વધારવામાં આવે,એક સર્વગ્રાહી મેન્યુઅલ બહાર પાડવામાં આવે સહિતની માગ કરી રજૂઆત કરવામાં આવી હતી.