નડિયાદ ખાતે મહા ગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત આયુર્વેદિક સંસ્થાનમાં કુંદનબેન દિનશા પટેલ શૈક્ષણિક ભવનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
લોકાર્પણ બાદ તેઓએ નડિયાદ શહેરમાં પદયાત્રા કરી હતી. જે દરમિયાન નડિયાદ શહેરના દાંડીમાર્ગ સંતરામ રોડ પર નાગરિકોના હાલચાલ પૂછ્યા હતા. મહિલા તેમજ વરિષ્ઠ નાગરિકોના હાલચાલ જાણી બાળકોને વ્હાલ પણ કર્યું હતું. બાળકે તેમની સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી.