ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી કરાઈ - ડાકોરમાં ગાયોની પૂજા

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગાયોની પૂજા કરી મંદિરની ગાયોને નગરના માર્ગો પર ફેરવવામાં આવી હતી. ગાયોને મંદિર ફરતે પ્રદક્ષિણા પણ કરાવાઈ હતી.

ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી કરાઈ
ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી કરાઈ

By

Published : Nov 23, 2020, 7:40 PM IST

  • ડાકોરમાં ગોપાષ્ટમીની ઉજવણી કરાઈ
  • ગાયોની પૂજા કરી મંદિર ફરતે પ્રદક્ષિણા કરાવાઈ
  • ભગવાન રણછોડરાયજીએ ગોપાષ્ટમીના દિવસે ગૌચરણની શરૂઆત કરી હતી

ખેડા:યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત રીતે પ્રતિવર્ષ ગોપાષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ ગોપાષ્ટમીની ઉજવણી નિમિત્તે શ્રી રણછોડરાયજી મંદિરમાં ગાયોની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર ગૌશાળાની તમામ ગાયોના ગળે ઘંટડી બાંધવામાં આવી હતી. તેમજ આ ગાયોને પ્રદક્ષિણા રૂપે મંદિર તરફના નગરના માર્ગો પર ફેરવવામાં આવી હતી. નગરના માર્ગો ગાયોની ઘંટડીના રણકારથી ગુંજી ઉઠ્યા હતા. ગોપાષ્ટમી પર્વે યાત્રાધામ ડાકોર ગોકુળિયું બન્યું હતું. આ પ્રસંગે ગાયોના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો અને નગરજનો ઉમટ્યા હતા.

ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી કરાઈ
ભગવાન રણછોડરાયજીએ ગોપાષ્ટમીના દિવસે ગૌચરણની શરૂઆત કરી હતીમહત્વનું છે કે ગોપાષ્ટમીના દિવસે જ ભગવાન શ્રી રણછોડરાયજી દ્વારા ગૌચરણની શરૂઆત કરવામાં આવી હતી. આથી આ દિવસે ગાયોની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.
ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી કરાઈ

ABOUT THE AUTHOR

...view details