ભક્તિપૂર્ણ માહોલમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેને લઇ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ પ્રતિમાની સ્થાપના કરી 10 દિવસ દરમ્યાન વિધ્નહર્તાની ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવશે. પ્રતિમાની સ્થાપના સાથે અવનવા ડેકોરેશન અને લાઇટિંગથી ગણેશ પંડાલો સજાવવામાં આવ્યા છે.
ખેડામાં ભક્તિપૂર્ણ માહોલમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ - ganesh festival
ખેડા: જિલ્લામાં ભાવભક્તિપૂર્ણ માહોલમાં ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો હતો. ખેડા જિલ્લામાં 1200 ઉપરાંત સ્થળોએ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
etv bharat kheda
વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવ દરમ્યાન ભજન, કીર્તન,ડાયરા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનું આયોજન કરવામાં આવશે. નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં 1200 ઉપરાંત સ્થળોએ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે.