કપડવંજના નિરમાલી ગામેથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાંસદ દેવુસિંહ ચૌહાણની પદયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. પદયાત્રા દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને પહોંચાડી અંત્યોદયનો ગાંધી વિચાર મૂર્તિમંત કરવામાં આવ્યો હતો.
ખેડાના સાંસદે નિરમાલીથી સંકલ્પ યાત્રાની કરી શરૂઆત - Kheda latest news
ખેડાઃ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે ગાંધી મૂલ્યો તથા ગાંધી જીવન સંદેશને જનજન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ માટે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રાનો કપડવંજના નિરમાલીથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ પદયાત્રા દરમિયાન રૂટમાં આવતી શાળાઓના બાળકો સાથે ગાંધી વિચાર સંવાદ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉજ્વલા યોજના હેઠળ ગેસ કીટનું વિતરણ કરી વિધવા મહિલાઓને વિધવા સહાય પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, પદયાત્રા દરમ્યાન પ્લાસ્ટિક મુક્ત ભારત માટે જન જાગૃતિ પણ લાવવામાં આવી હતી.
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જનજન સુધી ગાંધી વિચાર અને ગાંધી મૂલ્યો પહોંચે તે હેતુથી જીલ્લામાં ગાંધી સંકલ્પ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.