ગુજરાત

gujarat

ETV Bharat / state

કાનૂની શિક્ષણ સાથે કરાયું વ્યસનમુક્તિના કાર્યક્રમનું આયોજન - Nadiad

ખેડા: ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ નિમિત્તે કાયદાકીય જનજાગૃતિ તથા વ્યસનમુક્તિ લાવવાના હેતુસર પલાણા ITI ખાતે કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાનૂની શિક્ષણ સાથે કરાયું વ્યસનમુકિતના કાર્યક્રમનું આયોજન

By

Published : Jun 1, 2019, 8:29 AM IST

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ જિલ્લા ન્યાયાલય નડિયાદ સેક્રેેટરી આર.એલ.ત્રિવેદીના અધ્યક્ષસ્થાને આ ક્રર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજગારલક્ષી તાલીમ મેળવતા યુવાનોને જરૂરી કાયદાકીય માહિતી પુરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત વ્યસનમુક્તિ અંગે સઘન કામગીરી કરતી સામાજિક સંસ્થા નવપ્રભાત વ્યસનમુક્તિ અને પુન:વસન કેન્દ્ર દ્વારા વ્યસનથી થતાં ગંભીર રોગો અને સામાજિક અસરો અંગે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ દેશની યુવાપેઢી એ દેશનું ભાવિ છે અને આ ભાવિ વ્યસનના ઝપાટામાં આવે તે દેશ અને યુવાજનો માટે નકારાત્મક બાબત છે. આથી તેમણે યુવાધનને વ્યસન ન કરવાની અપીલ કરી હતી.

કાનૂની શિક્ષણ સાથે કરાયું વ્યસનમુકિતના કાર્યક્રમનું આયોજન

ABOUT THE AUTHOR

...view details