ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોરમાં બંધ બારણે ફુલડોલ ઉત્સવ ઉજવાયો - Holika Dahan

વધતા કોરોના સંક્રમણનો લઈને યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પુનમનો મેળો અને મંદિર બંધ રાખવામાં આવ્યા છે. જેને લઈ પૂજાવિધિ બંધ બારણે કરવામાં આવી હતી .ત્યારે ફૂલડોલ ઉત્સવની પણ બંધ બારણે ઉજવણી કરાઈ હતી

હોળી
ડાકોરમાં બંધ બારણે ફુલડોલ ઉત્સવ ઉજવાયો

By

Published : Mar 29, 2021, 7:29 PM IST

  • ફુલડોલ ઉત્સવની ઉજવણી કરાઈ
  • શ્રીજીને હિંડોળે ઝુલાવાયા
  • મહામારીને કારણે ભાવિકો વિના સમગ્ર ઉત્સવ નિરસ

ખેડા : ભગવાન શ્રીકૃષ્ણ વ્રજધામમાં પોતાના સખાઓની સાથે ધૂળેટી રમ્યા હતા.ઉપરાંત અધર્મ ઉપર ધર્મના વિજય સમાન હોલિકા દહન બાદ બીજા દિવસે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.
શ્રીજીને હિંડોળે ઝુલાવાયા

ડોલોત્સવ પ્રસંગે સવારે શ્રીજીને હિંડોળા પર બિરાજમાન કરાયા બાદ પાંચ પ્રકારના ખેલ કરવામાં આવે છે અને નવ રંગથી શ્રીજીને રંગવામાં આવે છે.દરેક ખેલ પછી શ્રીજીને ધાણી, ચણા, ગોળ અને ખજૂર ધરાવવામાં આવે છે. જેમાં અંદાજે 10 કિલો ઉપરાંત સામગ્રી ધરાવવમાં આવી હતી. ઉપરાંત દરેક ખેલ બાદ આરતી કરવામાં આવી હતી.બપોરે ફુલડોળ પરથી ઉતરતી વખતે ચાંદીના ટાટમાં કપૂરની આરતી કરાઈ હતી.

આ પણ વાંચો :ડાકોર મંદિર ત્રણ દિવસ સુધી ભાવિકો માટે બંધ

મહામારીને કારણે ભાવિકો વિના સમગ્ર ઉત્સવ નિરસ

આ સમગ્ર પ્રસંગને શ્રધ્ધાળુઓ વગર બંધ બારણે ઉજવાયો હોઈ ભક્તોમાં ભારે નિરાશા વ્યાપેલી જોવા મળી હતી.જો કે કોરોનાને કારણે ભાવિકો વિના હોળી ધુળેટી પર્વ પર સમગ્ર ઉત્સવ નિરસ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details