ગુજરાત

gujarat

ETV Bharat / state

શક્કરીયા બટાકાની માગમાં ઘટાડો નોંધાતા વેપારીઓ ચિંતામાં મૂકાયા - શક્કરિયાની માગમાં ઘટાડો

મહાશિવરાત્રી પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. કારણ કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે શક્કરીયા બટાકાની માગમાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

kheda
kheda

By

Published : Feb 20, 2020, 4:46 PM IST

ખેડાઃ દર વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બજારોમાં શક્કરીયા બટાકાનું ધૂમ વેચાણ થાય છે. પરંતુ આ વર્ષે ગ્રાહકોમાં કોઈ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. જેથી બજારમાં શક્કરીયા- બટાકાની માગમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.

મહાશિવરાત્રી પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે બજારમાં નિરસતાને લઈને વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે શક્કરિયા બટાકાની માગમાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી વેપારીઓ ચિંતમાં મૂકાયા છે.

નોંધનીય છે કે, મહાશિવરાત્રિ પર્વે શક્કરીયા બટાકાનો ફળાહાર કરવાનો વિશેષ મહિમા રહેલો છે. જેને લઇ બજારમાં શક્કરીયા અને બટાકાની મોટા પ્રમાણમાં આવક થાય છે. પરંતુ આ વર્ષે કોઈ ખાસ ઘરાકી જોવા મળી નથી. જેથી વેપારીઓમાં નિરાશા વ્યાપી છે.

બજારમાં જોવા મળી રહેલા નિરુત્સાહ વિશે વાત કરતાં વેપારીઓએ જણાવ્યું હતું કે, "આ વર્ષે દર વખતની જેમ આવક થતી ન હોવાથી અમે ખરીદ કિંમતે શક્કરીયા વેચવા માટે મજબૂર થયા છે."

ABOUT THE AUTHOR

...view details