નડીયાદ: વેપારીની હત્યા કરનાર મિત્ર ઝડપાયો નડિયાદ:શહેરના દેસાઈ વગા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા હિરેન દેસાઈનો મૃતદેહ 11 તારીખના રોજ શીતલ સિનેમા પાસે આવેલા રામજી મંદિરના કૂવામાંથી મળી આવ્યો હતો. જે મામલામાં પોલિસે આરોપી ધનંજય દેસાઈને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
આરોપી મૃતકને ઘરેથી બોલાવીને લઈ ગયો હતો:હિરેન દેસાઈનો કૂવામાંથી મૃતદેહ મળી આવતા મૃતકની પત્નીએ પોલિસને મિત્ર ધનંજય ઘરેથી બોલાવીને સાથે લઈ ગયા હોવાનુ જણાવ્યુ હતું. તેમજ ધનંજયે ઉછીના રૂપિયા બાબતે અવારનવાર ધમકી આપતો હોવાનું પણ જણાવ્યુ હતું. જેને લઈ નડિયાદ ટાઉન પોલીસ દ્વારા હત્યાની આશંકાને લઈ તપાસ હાથ ધરી હતી.
'રામજી મંદિરના કૂવામાંથી હિરેન દેસાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જે છેલ્લે તેમના મિત્ર ધનંજય દેસાઈ સાથે ઘરેથી નીકળ્યા હતા. જે બાબતે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી. બાદમાં પીએમ કરાવાયુ હતું. ગઈકાલે તેમની પત્નીની ફરિયાદ લેતા ધનંજય દેસાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમ્યાન આરોપીને પકડવામાં આવ્યો હતો. આરોપીએ રૂપિયા બાબતે બોલાચાલી થતા કૂવામાં ધક્કો માર્યો હોવાની કબૂલાત કરી હતી.' -વી.એન.સોલંકી, ઈન્ચાર્જ ડીવાયએસપી, નડીયાદ
પાંચ લાખ રૂપિયા બાબતે હત્યા કરી હોવાની કબૂલાત:પોલીસે મૃતકના મિત્ર ધનંજય દેસાઈની શોધખોળ શરૂ કરી હતી. જે દરમ્યાન પોલિસ દ્વારા ધનંજય દેસાઈને ઝડપી પાડી પૂછપરછ કરતાં ધનંજય દેસાઈ એ જ મિત્ર હિરેન દેસાઈની હત્યા કર્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ધનંજય દેસાઈએ મૃતક મિત્ર હિરેન દેસાઈને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરવા છતાં મિત્ર રૂપિયા પરત ના આપતો હોય આરોપી ધનંજય દેસાઈ મૃતક હિરેન દેસાઈને ઘરેથી બોલાવી લઈ ગયો હતો. રામજી મંદિરે કૂવા પાસે બોલચાલ કરતા હિરેન દેસાઈને કુવામાં ધક્કો મારી મૃત્યુ નીપજાવી ફરાર થઈ ગયો હતો. તે મુજબની કબૂલાત કરી હતી. હાલ મામલમાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- 11 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજારનાર બેવડા પિતાને બેવડી આજીવન કેદ
- મોરબી નિખીલ હત્યાકાંડના 8 વર્ષ વીતી ગયા છતાં હત્યારો હજી પોલીસ પકડથી દૂર