ખેડા: જીલ્લાની સેવાલિયા પોલીસે મહારાજના મુવાડા ચેકપોસ્ટ પાસેથી ચાર ઈસમોને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. ગોધરાથી ટેક્સી કારમાં અમદાવાદ તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન પોલીસે છરા, તમંચા અને કારતૂસ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બે ઈસમો ભાગી છુટ્યા હતા. મધ્યપ્રદેશના ઈસમો કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ ખેડા એસઓજી દ્વારા સઘન પૂછપરછ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.
વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યા:સેવાલિયા પોલીસ મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. જે દરમિયાન ગોધરા તરફથી આવી રહેલી ટેક્સી કારને રોકી પૂછપરછ કરતા અંદર બેઠેલા ઈસમો ગભરાઈ ગયા હતા. ટેક્સી ચેક કરવાનું કહેતા ઈસમો ભાગવા લાગતા પોલીસ દ્વારા ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે બે ઇસમો ભાગી છુટ્યા હતા.