- ઈકો કાર પલટી જતાં સર્જાયો અકસ્માત
- ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત,2ને ઈજા
- સંતરામપુરથી મલાતજ દર્શન કરવા જઈ રહ્યા હતા
ખેડાઃ નડિયાદ નજીક નડિયાદ મહુધા રોડ(Nadiad Mahudha Road) પર આવેલા મંગળપુર પાટીયા પાસે રાત્રે પસાર થઈ રહેલી ઇકો કાર અચાનક પલટી ખાઇ જતાં ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો.
નડીયાદ નજીક કાર પલટી જતા ચાર ના મોત, બે ધાયલ ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત, 2ને ઈજા
અચાનક ઇકો કાર(Eco car) પલટી મારી જતા કારમાં સવાર ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કારમાં કુલ છ લોકો સવાર હતા.
મહુધા પોલિસે હાથ ધરી કાર્યવાહી
અકસ્માતની જાણ થતા 108ની બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા મહુધા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સંતરામપુરથી મલાતજ દર્શન કરવા જઈ રહ્યા હતા
ઇકો કારમાં સવાર તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુરથી આણંદ જિલ્લાના મલાતજ ગામ ખાતે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન મોડી રાત્રે ઘટના બની હતી.
આ પણ વાંચોઃ કાળજું કંપાવી નાખે તેવી ઘટના, બન્ને વિદ્યાર્થિનીઓને કારે મારી ટક્કર - જૂઓ વીડિયો...
આ પણ વાંચોઃ રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ડીસાના એક જ પરિવારના 4 સભ્યોના મોત