- શહેર સહિત જીલ્લામાં કેસોમાં ચિંતાજનક વધારો
- કોરોના નિયમોના પાલનમાં લોકોની બેદરકારી
- શહેર-જિલ્લામાં નિયમોનો ચુસ્તપણે અમલ કરવાશે
નડિયાદ: વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને શહેરમાં કોવિડ-19 ના નિયમોનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત શહેરના કિડની હોસ્પિટલથી લઈ વાણિયાવાડ કોલેજ રોડ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં કોવિડ-19ના નિયમોના પાલન અંગેની ચકાસણી કરવામાં આવી હતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટે શહેરીજનો અને વેપારીઓને સૂચના આપવામાં આવી હતી.
શહેર સહિત જીલ્લામાં પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો
ખેડા જીલ્લામાં કોરોનાનાં વધુ 27 કેસ નોંધાતા જીલ્લામાં કુલ કેસની સંખ્યા 3,744 પર પહોંચી છે. જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો આંક 97 પર પહોંચ્યો છે. જેમાં 65 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 7 દર્દીઓમાંથી 2 દર્દી બાયપેપ અને 1 દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. જીલ્લામાં ગુરુવારે નવા નોંધાયેલા 27 કેસમાં નડિયાદનાં 18 કેસનો સમાવેશ થાય છે.