ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લામાં કોરોનાના પાંચ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ - ખેડામાં પાંચ દર્દીઓ સ્વસ્થ થયા

ખેડા જિલ્લામાં કોરોનાને માત આપી આજે પાંચ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. સારવાર બાદ સ્વસ્થ થનારા દર્દીઓને એન.ડી.દેસાઈ હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફ દ્વારા ગુલાબ અર્પણ કરી સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા અપાઈ હતી.

ખેડા જિલ્લામાં કોરોનાના પાંચ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ
ખેડા જિલ્લામાં કોરોનાના પાંચ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

By

Published : Jun 11, 2020, 10:10 PM IST

ખેડા: જિલ્લામાં કોરોનાને માત આપી આજે પાંચ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. નડિયાદના 56 વર્ષીય મહેશભાઇ એન. માલી, ખેડા ગામના 34 વર્ષીય વ્રજેશભાઇ પી.ગાંધી, નરસંડાના 40 વર્ષીય ભાવેશભાઇ પી.જાદવ, નડિયાદના 21 વર્ષીય મોહમ્મદમિનાઝ એમ. અને મહેમદાવાદના 54 વર્ષીય જૈનાબેન.એમ. મહેતા, આ તમામ દર્દીઓની સારવાર બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કોરોના વાઇરસના આ સંક્રમિત દર્દીઓને નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા હતા. તેઓની યોગ્ય સારવાર થતા આજે તેઓને કોરોના ટેસ્‍ટ નેગેટીવ આવ્યો હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલના સ્‍ટાફ દ્વારા તમામ દર્દીઓને ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્‍વાસ્‍થ્‍ય અંગે શુભેચ્છા આપવામાં આવી હતી. જયારે હોસ્પિટલની સારવારના કારણે કોરોના મુકત થયેલા તમામ દર્દીઓએ હોસ્પિટલના વહિવટદારો, તબીબો, અન્‍ય સ્‍ટાફ તથા ગુજરાત સરકાર અને નડિયાદ પ્રશાસનનો આભાર વ્‍યકત કર્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલના ર્ડાક્ટર્સ તથા હોસ્પિટલનો સ્‍ટાફ ઉપસ્થિત રહયો હતો.

ABOUT THE AUTHOR

...view details