ખેડા: નડિયાદ તાલુકાના સલુણ પાસે આવેલી અનુપમ ઇન્ડસ્ટ્રીમાં ભિષણ આગની લાગવાની ઘટના બની છે.
નડિયાદ તાલુકાના સલુણ પાસે આવેલી અનુપમ ઇન્ડસ્ટ્રીમાં આગ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદાજિત એક કલાક સુધી ચાલેલી આગ પર નડિયાદ ફાયરબ્રિગેડે હાલ કાબૂ મેળવ્યો છે. ફાયર બ્રિગેડના બે વોટર બ્રાઉઝરની મદદથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને એક કલાક બાદ આ આગ પર કાબૂ મેળવામાં આવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં સ્થળ પર ધડાકાના અવાજ સાથે આગ ફાટી નીકળી હતી. જો કે કોઇ જાનહાનિ નહીં થતા મોટી ઘટના ટળી હતી.