ખેડા:ખેડા જિલ્લામાં સ્વસ્તિક પ્લાયવુડ ફેકટરીમાં ભીષણ આગની (Massive fire at Swastik Plywood Factory) ઘટના બની હતી. મહેમદાવાદ તાલુકાના વરસોલા સિહુજ રોડ પર આવેલ પ્લાયવુડ ફેકટરીમાં લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. (Fire breaks out plywood factory in Kheda)
પ્લાયવુડ ફેકટરીમાં આગ:સ્વસ્તિક પ્લાયવુડ ફેકટરીમાં ભીષણ આગ લાગતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં નડિયાદ ફાયર 2 આણંદ ફાયર 1 વિધાનગર 1 મહેમદાવાદ 1 અને અમદાવાદ ફાયર ટિમ ઘટના સ્થળે આગ બુજાવવા માટે કામગીરીમાં લાગી હતી. વોટર બ્રાઉઝર અને ફાયર ટેન્ડરની ટીમ દ્વારા ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:કેરીના પાકને રોગ લાગતા ધરતીપુત્ર ચિંતામાં મુકાયા
આગ લાગવાનું કારણ અકબંધ: આગ કયા કારણોથી લાગી તે હજુ જાણી શકાયું નથી. ભીષણ આગમાં પ્લાયવુડની સીટો અને રો મટીરીયલ બળીને ખાખ થઈ ગયું છે. જો કે જાનહાનિની કોઈ ઘટના સામે આવી નથી.
આ પણ વાંચો:VNSGUની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ હલકી ગુણવત્તા વાળું ભોજન લેવા મજબૂર
જાનહાનિની કોઈ ઘટના નહિ:ચીફ ફાયર સુપરિન્ટેન્ડન્ટ દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમને સવારે 5.30 વાગ્યે મહેમદાવાદ તાલુકાના વમાલી ગામમાં આગનો કોલ આવ્યો હતો. અમે પાણીની ટાંકી અને 2 ફાયર ટેન્ડર મોકલ્યા. હવે આગ કાબૂમાં છે. જાનહાનિની કોઈ ઘટના સર્જાઈ નથી.