ખેડાઃ જિલ્લાના મહુધા તાલુકાના એક ગામમાંથી સગીરાને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે એક યુવક ભગાડી ગયો હતો. જે મામલે મહુધા પોલીસ સ્ટેશન દ્વારા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.
લગ્નની લાલચ આપી યુવક સગીરાને ભગાડી ગયો, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો - ક્રાઇમ ન્યૂઝ
ખેડા જિલ્લામાં એક સગીર યુવતિને લગ્નની લાલચ આપી ભગાડી જવાની ઘટના સામે આવી છે. જેમાં સગીરાના વાલીઓએ ભગાડી જનાર યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત પોલીસ
મહુધા તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાને બાજુના ગામનો યુવક લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. જે અંગેની ફરિયાદ સગીરાના વાલી દ્વારા મહુધા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદને આધારે મહુધા પોલીસ સ્ટેશન દ્વારા આરોપી દેવાંગ કુમાર મણીભાઈ (રહે.અલીણા તા.મહુધા) સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ તેમજ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.