ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લાના વણાકબોરી ડેમ છલકાતા જીલ્લાવાસીઓમાં આનંદની લાગણી - kheda

ખેડા : જિલ્લાનો મહીસાગર નદી પર આવેલો વણાકબોરી ડેમ છલોછલ થતાં જીલ્લાવાસીઓમાં આનંદની લાગણી ફેલાવા હતી. ડેમમાં નવા નીર આવતા મોટી સંખ્યામાં સહેલાણીઓ ડેમ જોવા ઊમટ્યા હતા. તો ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ હતી.

etv bharat kheda

By

Published : Aug 13, 2019, 4:40 AM IST

ખેડા જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મહીસાગર નદી પર આવેલો વણાકબોરી ડેમ ભરાયો છે. વરસાદને કારણે ડેમમાં નવા પાણીની આવક થઈ હતી.ડેમની ક્ષમતા 221 મીટરની છે.જ્યારે હાલની સપાટી 221.25 મીટર છે.જેને લઈ ડેમ છલકાયો છે. ડેમ છલોછલ થતાં ડેમમાંથી હાલ 300 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ખેડા જિલ્લાના વણાકબોરી ડેમ છલકાતા જીલ્લાવાસીઓમાં આનંદની લાગણી

જો વરસાદ થતાં ડેમમાં નવા પાણીની આવક થાય તો ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવશે.મહત્વનું છે કે, સમગ્ર ખેડા જીલ્લો સિંચાઈ માટે મહીસાગર નદી પર આધારિત છે.ત્યારે વણાકબોરી ડેમ છલકાતા જિલ્લાવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details