- કપડવંજ ખાતે ત્રણેક વર્ષ અગાઉ મહિલાની આત્મહત્યાનો કેસ
- ભત્રીજાના ત્રાસથી કંટાળી જઈ કાકીએ પોતાની જાતને સળગાવી
- સેશન્સ કોર્ટમાં દ્વારા આરોપીને સાત વર્ષની કેદની સજા
ખેડા: રાજ્યમાં વારંવાર ગુનાહિત કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક હત્યા, આત્મહત્યા અને દુષ્કર્મ જેવા કૃત્યો થતા હોય છે. ત્યારે જિલ્લાના કપડવંજમાં ભત્રીજાના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી જઈ એક મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે નડિયાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
kheda crime: ભત્રીજાના ત્રાસથી કંટાળી જઈ કાકીએ કરી આત્મહત્યા, કોર્ટે આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી શારીરિક સંબંધ રાખી ત્રાસ આપતો
કપડવંજમાં રહેતી મહિલાને સંબંધમાં ભત્રીજો થતો આરોપી બે વર્ષથી હેરાન કરી શારીરિક માનસિક ત્રાસ આપી બળજબરીથી પતિ-પત્ની તરીકેના સંબંધ રાખતો હતો. જો મહિલા ના પાડે તો ખૂબ માર મારતો હતો. ભત્રીજાના ત્રાસથી કંટાળી કાકીએ પોતાની જાત પર કેરોસીન છાંટી સળગી જઈ આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચોઃસર્વેમાં ચોંકાવનારો ખુલાસો : શું માનસિક રોગ માત્ર સ્ત્રીઓને જ થાય છે ?
મહિલાએ કેરોસીન છાંટી સળગી જઈ આત્મહત્યા કરી
મહિલાએ વારંવારના ભત્રીજાના આ ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરી હતી. 10 એપ્રિલ 2018 ના રોજ રાત્રીના આરોપી એઝાજ પોતાની કાકી પાસે ગયો હતો અને સંબંધ બાંધવાનું જણાવ્યું હતું .કાકીએ ના પાડતા તેમને માર માર્યો હતો. જેને લઇ કંટાળી મહિલાએ કંટાળી જઇ કેરોસીન છાંટીને શરીર પર આગ લગાડી હતી. આરોપીએ તેમને બચાવવાની કોશિશ ના કરી ત્યાં ઊભો રહી બહાર નીકળવા દીધા નહોતા. જેમાં તેમનું મોત નીપજ્યું હતુ.
આ પણ વાંચોઃમહારાષ્ટ્રના નાગપુરમાં પાંચ પરિવારજનોની હત્યા કરી આરોપીએ પોતાનું જીવન ટૂંકાવ્યુ
કોર્ટ દ્વારા સાત વર્ષની કેદની સજા
આ મામલે નડિયાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં સેશન્સ જજ ડી.આર.ભટ્ટ દ્વારા 15 જેટલા મૌખિક પુરાવા અને 25 થી વધુ દસ્તાવેજી પુરાવા રજુ કરાયા હતા. જે પુરાવા અને સરકારી વકીલ મિનેશ.આર. પટેલની દલીલો ધ્યાને લઇ આરોપી એઝાજ ભઠીયારાને સાત વર્ષની સખત કેદની સજા તથા રૂ.15 હજારનો દંડ ફટકારવાનો હૂકમ કરવામાં આવ્યો છે.