ખેડા: જિલ્લાના કપડવંજ તાલુકાના આંત્રોલી પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં અજાણ્યા કારણોસર એક પિતાએ પોતાની પાંચ વર્ષની દીકરી સાથે ઝંપલાવ્યુ (Father daughter jumped into the canal ) હતું.
વિવશતાની વારદાત, 5 વર્ષની દીકરી સાથે પિતાએ નહેરમાં ઝંપલાવ્યું આ પણ વાંચો:માતાજી તમારૂ દુઃખ દૂર કરશે, આજે પણ તાંત્રિક વિધિના બહાને લાખો પૈસા ગુમાવે છે લોકો
સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કપડવંજના આંત્રોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં પિતાએ પોતાની પાંચ વર્ષની દીકરી સાથે ઝંપલાવતા ગ્રામજનોના ટોળેટોળા નહેર ઉપર એકત્ર થઈ ગયા હતા.
આ પણ વાંચો:કોવિડ-19 અંગેની ગંભીરતા બેઠક: ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન
યુવકે નહેરમાં ઝંપલાવતા સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ કરવામાં આવતા તરવૈયાઓની ટીમ નહેર ખાતે પહોંચી હતી. સવારથી જ નહેરમાં બંને પિતા પુત્રીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બંને નહેરના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હોઈ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી શકી નથી. યુવક કઠલાલ તાલુકાના શાહપુર ગામનો હોવાનું ખુલવા પામ્યું છે. જો કે, નહેરમાં ઝંપલાવવા અંગેનું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી.