ખેડાઃ જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખેડૂતોએ પોતાને સરકાર તરફથી મળતી સહાયની રકમનું મુખ્યપ્રધાન રાહત ફંડમાં દાન કર્યુ હતું. મહેમદાવાદના ધારાસભ્ય દ્વારા 205 ખેડૂતોના રૂપિયા 7,04,178નો ચેક મુખ્યપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવા કલેક્ટરને અર્પણ કર્યો હતો.
ખેડામાં મહેમદાવાદના ખેડૂતોએ CM રાહત ફંડમાં 7 લાખનો ફાળો આપ્યો - Kheda News
મહેમદાવાદના ધારાસભ્ય દ્વારા 205 ખેડૂતોના 7,04,178 રૂપિયાનો ચેક CM રાહત ફંડમાં જમા કરાવવા કલેક્ટરને અર્પણ કર્યો હતો.
![ખેડામાં મહેમદાવાદના ખેડૂતોએ CM રાહત ફંડમાં 7 લાખનો ફાળો આપ્યો ખેડા જિલ્લાના મહેમદાવાદના ખેડૂતોએ મુખ્યપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 7 લાખનો ફાળો આપ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6820863-432-6820863-1587054703649.jpg)
ખેડા જિલ્લાના મહેમદાવાદના ખેડૂતોએ મુખ્યપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 7 લાખનો ફાળો આપ્યો
હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની અસર છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાને રાખી વિપરીત સંજોગોમાં રાષ્ટ્રને મદદ કરવાના શુભ આશય સાથે મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણની આગેવાની હેઠળ મહેમદાવાદ તાલુકાના 205 જેટલા ખેડૂત મિત્રોએ તેમને મળતી રૂપિયા 2000ની મદદના ચેક તથા તેમાં વધારે રકમ ઉમેરી રૂપિયા 7,04,178 જેવી માતબર રકમ રાજ્યના મુખ્યપ્રઘાન રાહત ફંડમાં જમા કરાવ્યાં હતાં.