ખેડાઃ ગળતેશ્વર તાલુકાની હજારો એકર જમીનમાં હજી ડાંગરની રોપણી થઇ શકી નથી. ખેડૂતો સાથે જ આ જમીન પણ પાણીની ચાતક નજરે રાહ જોઇ રહી છે. પરંતુ પાણી નથી ઉપરથી વરસતું કે નથી કેનાલમાં આવતું. ગળતેશ્વર તાલુકાના અનેક ગામોમાં ડાંગરની રોપણી માટે ખેડૂતોએ ખેતર તૈયાર રાખ્યાં છે.પરંતુ નથી વરસાદ થતો કે નથી કેનાલમાં પાણી છોડવામાં આવતું.
ખેડાના ગળતેશ્વરમાં ડાંગર રોપણી માટે કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માગ - પાણી
ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકમાં વાવણીલાયક વરસાદનો અભાવ તેમ જ જરૂરિયાતના સમયે જ કેનાલમાં પાણી નહીં છોડાતાં વિસ્તારના ખેડૂતો હજુ સુધી ડાંગરની રોપણી કરી શક્યાં નથી. જેને લઇને ખેડૂતો જરગાલ વાડદ માઇનોર 2 કેનાલમાં પાણી છોડવાની માગ કરી રહ્યાં છે.
ખેડાના ગળતેશ્વરમાં ડાંગર રોપણી માટે કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માગ
પાણીની અછતનેે લઈ ઘણાં ખેડૂતોનું ડાંગરનું ધરૂ પણ બળી ગયું છે. ત્યારે સમય રહેતાં જરગાલ વાડદ માઇનર 2 કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ માઇનોર કેનાલમાં પાણી જ નથી છોડાતું ત્યારે કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે પૂર્વ અધિકારીની બદલી થયાં બાદ હવે કોઇ સક્ષમ અધિકારી નથી જેની સમક્ષ અમે અમારા પ્રશ્નોની રજૂઆત કરી શકીએ.