ખેડા: જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુણી અને વનોડા ગામના ધરતીપુત્રોએ ભેગા મળી કોરોના સામેની લડતમાં વડાપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 2 લાખનો ફાળો આપી પ્રેરણાદાયક પહેલ કરી છે.
જગતનો તાત આવ્યો દેશની વ્હારે, ખેડાના ધરતીપુત્રોએ વડાપ્રધાન રાહત ફંડમાં આપ્યો ફાળો - corona
કોરોના વાઈરસના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાંં આવ્યું છે. કોરોના વાઈરસના સામેની લડતમાં વડાપ્રધાન રાહત ફંડમાં ખેડાના ખેડૂતોએ 2 લાખ રૂપિયાનું દાન કર્યું છે.
![જગતનો તાત આવ્યો દેશની વ્હારે, ખેડાના ધરતીપુત્રોએ વડાપ્રધાન રાહત ફંડમાં આપ્યો ફાળો Farmers contributed 2 lakh to the Prime Minister's Relief Fund in Kheda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6787889-177-6787889-1586855210122.jpg)
દેશમાં કોરોના વાઈરસના વધી રહેલા ફેલાવાને લઈને કોરોના વિરૂદ્ધ લડત શરૂ કરવામાં આવી છે. જેમાં લોકડાઉનમાં સહકાર આપવા સાથે આર્થિક યોગદાન કરવા પણ દેશવાસીઓને વડાપ્રધાન મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે.
જે અપીલના હકારાત્મક પ્રતિસાદરૂપે ગળતેશ્વર તાલુકાના કુણી ગામના 45 ખેડૂતો અને વનોડા ગામના 52 જેટલા ખેડૂતોને મળેલી ખેડૂત સહાયની રૂ.2 લાખની રકમ વડાપ્રધાન રાહત કોષમાં પરત જમા કરાવી છે. જે માટે SBI બેન્ક બહાર લાંબી લાઈન લગાવી કોરોના સામે લડવા રૂપિયા જમા કરાવ્યા હતા. કોરોના વાઈરસ સામે લડવા આ પ્રેરણાદાયક પહેલ કરી ખેડૂતો ખરેખર જ જગતના તાત બન્યા છે.