ડુપ્લીકેટ ઈનો બનાવતું કારખાનું પકડાયુ ખેડા:માતર જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં અસલ જેવા જ પાઉચમાં પેકિંગ કરી ઈનોના ડુપ્લીકેટ પાઉચ બનાવતા હતા. પાઉચ એટલી શિફ્તાતપૂર્વક બનાવાતી બનાવાતા હતા કે અસલી નકલીનો ભેદ કરવો મુશ્કેલ બંને. ત્યારે સમગ્ર મામલે પોલિસે કેટલા સમયથી આ ગોરખધંધો ચાલતો હતો, ક્યાં વેચતા હતા અન્ય કોણ સંડોવાયેલા છે તે સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
ડુપ્લીકેટ ઈનો બનાવતું કારખાનું:ત્રણ પરપ્રાંતીય આરોપીઓ ઝડપાયા ઓરીજીનલ ઈનો બનાવતી કંપનીના કર્મચારી દ્વારા કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને આધારે પોલીસ દ્વાર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલામાં સંડોવાયેલા અમદાવાદ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ત્રણ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
'પંચનામું કરીને ગેરકાયદેસર ઈનોના 22,200 નંગ કિંમત રૂ.2,22,000 કબજે કરેલ છે. ત્રણ આરોપી સામે ગુનો નોંધી ઝડપી પાડવામાં આવ્યા છે. જેની તપાસ એલસીબી સંભાળી રહી છે.' -વી.એન.સોલંકી, ડીવાયએસપી
નકલી ખાદ્ય પદાર્થોનો હબ:ખેડા જીલ્લો ડુપ્લીકેટ ખાદ્ય પદાર્થોનો હબ બનવા જઈ રહ્યો છે. ખેડા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વધુ એક વખત ઊંઘતું ઝડપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં ન આવતા અને છુપા આશીર્વાદથી ભેળસેળિયા બેફામ બન્યા છે. છ માસ પહેલા જ ડુપ્લીકેટ હળદર બનાવતી ત્રણ ફેકટરી નડીઆદ પોલીસે ઝડપી હતી. ત્યારે કાર્યવાહી માટે જવાબદાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આંખ આડા કાન કરી રહ્યાં હોવાના આક્ષેપ જાગૃતજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
- Surat News: માંગરોળ તાલુકામાંથી ગેરકાયદે ચાલતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું
- Junagadh News: તેલીયા રાજાઓનું ષડયંત્ર, મગફળીની આવક શરુ થતા જ સીંગતેલમાં ભાવ ઘટાડાને લીધે ખેડૂતોને નુકસાન