નડીયાદ : જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવન ઝરમર રજૂ કરતા ચિત્રાત્મક પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાગરિકો, વિદ્યાર્થીઓ અને કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંઘર્ષમય સફળ જીવનની પ્રદર્શની નિહાળી જીવનભાથું મેળવી શકે તેવા હેતુથી આ પ્રદર્શન યોજનામાં આવ્યું છે.
નડીયાદમાં વડાપ્રધાન મોદીના જીવન પર ચિત્રાત્મક પ્રદર્શનનો પ્રારંભ - વડાપ્રધાન મોદીનો જન્મદિવસ
ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ચિત્રાત્મક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદીના જીવન પર ચિત્રાત્મક પ્રદર્શન
ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રદર્શનનું આજથી ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શન 15 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે.જેમાં નરેન્દ્ર મોદીના જીવનની બાલ્યકાળથી અત્યાર સુધીની ઐતિહાસિક વિગતો પ્રદર્શિત કરવામાં આવી છે.