ગુજરાત

gujarat

kheda News: ઈટીવી ભારતે કર્યું કુપોષણ મુક્ત ખેડા પાયલોટ પ્રોજેક્ટનુ રિયાલીટી ચેક, સામે આ હકીકતો...

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 9:27 AM IST

Updated : Jan 8, 2024, 1:10 PM IST

ખેડા જિલ્લાના ત્રણ તાલુકામાં કુપોષણ મુક્ત ખેડા પાઈલોટ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી. કુપોષણ મુક્ત ખેડા પાયલોટ પ્રોજેકટની સફળતા બાદ હવે કુપોષણ મુક્ત ખેડા અભિયાનનું જીલ્લા કક્ષાએ અમલીકરણ થશે. ત્યારે ઈટીવી ભારત દ્વારા પાયલોટ પ્રોજેક્ટની વાસ્તવિકતા તપાસવામાં આવી છે.

કુપોષણ મુક્ત ખેડા પાઈલોટ પ્રોજેકટ
કુપોષણ મુક્ત ખેડા પાઈલોટ પ્રોજેકટ

ઈટીવી ભારતે કર્યું કુપોષણ મુક્ત ખેડા પાયલોટ પ્રોજેક્ટનુ રિયાલીટી ચેક

ખેડા: કુપોષણ મુક્ત ખેડા પાઈલોટ પ્રોજેકટ અંતર્ગત NFHS-5ના સર્વે અનુસાર ખેડા જિલ્લામાં ગળતેશ્વર, ઠાસરા અને મહુધા તાલુકામાં અતિ-કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય તાલુકાની સાપેક્ષમાં વધુ જોવા મળ્યું હતું. જેને લઈને કુપોષણને દૂર કરવાના અભિગમ સાથે સપ્ટેમ્બર 2023થી ગળતેશ્વર,ઠાસરા અને મહુધા તાલુકામાં કુપોષણ મુક્ત ખેડા પાઇલોટ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં આ ત્રણેય તાલુકાઓમાં ગંભીર રીતે કુપોષિત 150 બાળકો અને ગંભીર જોખમ ધરાવતી સગર્ભા મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું નેતૃત્વ ખેડા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લાના ત્રણ તાલુકામાં કંઈ રીતે પ્રોજેક્ટનું અમલીકરણ કરાયુ તેમજ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા કેવી કામગીરી કરવામાં આવી હતી.તે બાબતે ઈટીવી ભારત દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું.

150 અતિ કુપોષિત બાળકોની સારવાર: આ કુપોષણ મુક્ત ખેડા પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન ગળતેશ્વર,ઠાસરા અને મહુધા તાલુકાના 150 અતિ કુપોષિત બાળકોની સારવાર કરતા તેમાંથી 140 બાળકો અતિ કુપોષણમાંથી બહાર આવ્યા હતા. રિયાલિટી ચેક દરમ્યાન બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા આંગણવાડી કાર્યકરો,બાળકના વાલી તેમજ ગામના આગેવાનો અને તાલુકા-જીલ્લા કક્ષાના અધિકારીઓની સક્રિય ભુમિકા જોવા મળી હતી.જેઓના સહિયારા પ્રયાસને લઈ પ્રોજેક્ટને સફળતા મળી હતી.

પૌષ્ટિક આહાર: બાળકોમાં પ્રોટીન ઊર્જાના કુપોષણને દૂર કરવાના આ પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે, ત્રણ તાલુકાઓમાં સ્થાનિક દાતાઓના સહયોગથી આંગણવાડીઓમાં ત્રીજીવારનું ભોજન આપવાની પહેલ શરૂ કરવામાં આવી હતી.બાળકોને દરરોજ વૈવિધ્યસભર ભોજન આપવામાં આવતુ હતું.જેમાં હૈદરાબાદ મિક્સ, બાજરા ની રાબ, ટેક હોમ રાશનમાંથી બનાવેલા લાડુ, દૂધ, ફળો, સુખડી, શીરો, મગસનો સમાવેશ થાય છે. આમ,બાળકોને પ્રોટીનયુક્ત અને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવતો હતો.

ટીમ દ્વારા સમીક્ષા: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમોએ દર પખવાડિયે ત્રણેય તાલુકાઓના તમામ 150 બાળકોનું ફોલો-અપ સ્ક્રીનિંગ હાથ ધર્યું હતું અને તેમની કુપોષણની સ્થિતિનું રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ કર્યું હતું. ખેડાના પ્રતિબદ્ધ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જમીની કાર્યકર્તાઓ, જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ દ્વારા દર 10 દિવસે સમગ્ર કામગીરીની નિયમિત સમીક્ષા કરવામાં આવી હતી. કુપોષણ મુક્ત ખેડા અભિયાન હેઠળ હાલમાં બાળકના જન્મ બાદ કેટલા પ્રમાણમાં ખવડાવવું, કેવા પ્રકારનું કઠોળ, અનાજ ખાવું અને માતા સાથે સાથે બાળકને તમામ પોષક તત્વો મળી રહે તેની જાણકારી આંગણવાડી વર્કર બહેનો દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજન થકી આપવામાં આવે છે.

મહત્વપૂર્ણ છે કે, કુપોષણ મુક્ત ખેડા પાયલોટ પ્રોજેક્ટની આ સફળતા બાદ હવે કુપોષણ મુક્ત ખેડા અભિયાનનું જિલ્લા કક્ષાએ અમલીકરણ થશે. જે અંતર્ગત જિલ્લાના 10 તાલુકામાં 500 અતિ કુપોષિત બાળકોને આવરી લઈ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવનાર છે.જેમાં આ બાળકો અને માતાઓને RBSK ટીમ તથા આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ કરી તેમના સ્વાસ્થ્ય અને પોષણની દરકાર લેવામાં આવશે.

  1. કોરોના દરમિયાન રૂચિ જાગી અને ત્યારબાદ નડિયાદની યુવતીએ યોગામાં સર્જ્યા સતત ચાર વર્લ્ડ રેકોર્ડ
  2. Syrup Kand: નડીયાદમાં નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ
Last Updated : Jan 8, 2024, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details