ગુજરાત

gujarat

ETV Bharat / state

વધતા સંક્રમણને લઈ ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર - dakor temple darshan time

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધતા કોરોનાના સંક્રમણને લઈ મંદિર કમિટિ દ્વારા 10 એપ્રિલથી મંદિરમાં દર્શનનો સમય બદલવામાં આવ્યો છે. મંદિરમાં સવારે 7 વાગે મંગળા આરતી થશે.

વધતા સંક્રમણને લઈ ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર
વધતા સંક્રમણને લઈ ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

By

Published : Apr 9, 2021, 4:22 PM IST

Updated : Apr 9, 2021, 5:02 PM IST

  • ડાકોર મંદિરમાં 10 એપ્રિલથી દર્શનના સમયમાં ફેરફાર
  • વધતા કોરોનાના સંક્રમણને લઈ ટેમ્પલ કમિટિનો નિર્ણય
  • સવારે 7 વાગે મંગળા આરતી થશે

ખેડાઃ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલ 10 એપ્રિલથી રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દર્શનનો સમય નીચે મુજબ રાખવામાં આવ્યો છે.

વધતા સંક્રમણને લઈ ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

આ પણ વાંચોઃઅંબાજીના ચાચર ચોકમાં આ વર્ષે માતાજીનો ગરબો નહીં ઘૂમે, દર્શનાર્થીઓ માટે આરતીના સમયમાં ફેરફાર

  • સવારે 6:45 કલાકે નિજ મંદિર ખુલશે.
  • 7:00 કલાકે મંગળા આરતી થશે.
  • 7:00થી 8:30 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે.
  • 8:30થી 9:00 કલાક સુધી રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ બાલભોગ, શૃંગારભોગ અને ગોવાળભોગ આરોગવા બિરાજશે, આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે.
  • 9:00થી 10:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
  • 10:30થી 11:15 કલાક સુધી રાજાધિરાજ રાજભોગ આરોગવા બિરાજશે, દર્શન બંધ રહેશે.
  • 11:15થી 12:00 દર્શન ખુલ્લા રહેશે.
  • 12:00 વાગે ઠાકોરજી પોઢી જશે, મંદિર પ્રવેશ બંધ રહેશે.
  • 4:00 કલાકે નિજ મંદિર ખુલશે.
  • 4:15 વાગે ઉત્થાપન આરતી થશે.
  • 4:15થી 4:45 દર્શન ખુલ્લા રહેશે.
  • 4:45થી 5:05 ઠાકોરજી શયનભોગ આરોગવા બિરાજશે, મંદિર પ્રવેશ બંધ રહેશે.
  • 5:05 વાગે શયન આરતી થશે.
  • 5:05થી 5:45 દર્શન ખુલ્લા રહેશે.
  • 5:45થી 6:30 ઠાકોરજી સખડીભોગમાં બિરાજશે, દર્શન બંધ રહેશે.
  • 6:30થી 7:00 સુધી દર્શન ખુલ્લા રહેશે.
  • 7:00 વાગે ઠાકોરજી પોઢી જશે, મંદિર પ્રવેશ બંધ રહેશે.
Last Updated : Apr 9, 2021, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details