ખેડા: કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણને પગલે લોકડાઉન જાહેર કરાતાં પ્રાથમિક શાળાઓ પણ બંધ છે.જેને લઈ મધ્યાહન ભોજનથી વંચિત રહેલા શાળામાં ભણતાં બાળકોને વિનામૂલ્યે ઘઉં ચોખાનું વિતરણ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.જે મુજબ પ્રાથમિક શાળાઓમાં બાળકોને અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે.જેમાં 1 થી 6 ધોરણ સુધી ભણતાં બાળકોને 525 ગ્રામ તેમજ 6 થી 8 ધોરણના બાળકોને 850 ગ્રામ ઘઉં ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
ખેડામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોને ઘઉં,ચોખાનું વિતરણ કરવામાં આવ્યું - કોરોના વાઇરસ ગુજરાતમાં
ખેડા જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને ઘઉં ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે બાળકોને કોરોના વાઈરસ અંગે સાવચેત રહેવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
ખેડામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોને ઘઉં,ચોખાનું વિતરણ કરવામાં આવ્યું
સોશિયલ ડિસ્ટન્સ જાળવી બાળકોને અનાજનું વિતરણ કરવા સાથે કોરોના અંગે રાખવાની સાવચેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.જેમાં સ્વચ્છતા જાળવવી,હાથ ધોવા,માસ્કનો ઉપયોગ કરવો તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.