- ડાકોરના ભગવાન રણછોડરાયજી મંદિરના દર્શન બંધ રખાયા
- આજના દેવદિવાળી નિમિત્તે રાજાધિરાજના દર્શન ભાવિકો માટે બંધ
- વધતા કોરોના સંક્રમણને પગલે ટેમ્પલ કમિટીએ લીધો નિર્ણય
ખેડા: દિવાળીના તહેવારો બાદ સમગ્ર ખેડા જીલ્લા સહિત ડાકોરમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને ડાકોર ટેમ્પલ કમીટી દ્વારા પૂનમના દિવસે મંદિરના દ્વાર ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. વધતા કોરોના સંક્રમણને પગલે દિવાળી નિમિત્તે મંદિરમાં યોજાતા ઉત્સવની પણ બંધ બારણે ઉજવણી કરવામાં આવી હતી.
દેવદિવાળી પર ડાકોરના ઠાકોરના દર્શન ભાવિકો માટે બંધ, કોરોના સંક્રમણને પગલે લેવાયો નિર્ણય ડાકોરમાં પૂનમે મોટી સંખ્યામાં ઉમટે છે શ્રદ્ધાળુઓ
મહત્વનું છે કે ડાકોરમાં પૂનમના દિવસે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. આથી ડાકોરના ઠાકોરના દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. જેને પગલે સંક્રમણ વધે તેવી શક્યતાઓને લીધે મંદિર બંધ રાખવામાં આવ્યું છે.
રાજાધિરાજ ડાકોરની પધરામણીને પૂરા થયા 865 વર્ષ
આજરોજ કારતક પૂર્ણિમા એટલે કે દેવદિવાળીના દિવસે ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી દ્વારકા નગરી છોડીને ડાકોર ધામમાં પધાર્યા હતા. જેને 865 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે રાજાધિરાજ શ્રી રણછોડરાયજીને સવા લાખનો મોટો મુગટ ધરાવવામાં આવે છે.