ખેડા: રાજ્યમાં શહેરો બાદ કોરોના વાઈરસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રસરી રહ્યો છે. તેની ચિંતાને લઇને ગ્રામ્ય વિસ્તારમાં ટોળાબંધીના મુખ્ય કેન્દ્ર ગણાતા બેઠકના બાકડાઓને ગ્રામજનો દ્વારા ઉંધા કરી દેવામાં આવ્યા છે. જેથી ગામના લોકો બાકડા પર બેસવાને બદલે ઘરમાં રહીને લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરે.
કોરોના કેહેર: ખેડા જીલ્લાના ગામોમાં ટોળાબંધી રોકવા બાકડા ઉંધા કરી દેવાયા - કોરોના વાયરસ ખેડા ગુજરાત
રાજ્યમાં શહેરો બાદ કોરોના વાઈરસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રસરી રહ્યો છે. તેની ચિંતાને લઇને ગ્રામ્ય વિસ્તારમાં ટોળાબંધીના મુખ્ય કેન્દ્ર ગણાતા બેઠકના બાકડાઓને ગ્રામજનો દ્વારા ઉંધા કરી દેવામાં આવ્યા છે. જેથી ગામના લોકો બાકડા પર બેસવાને બદલે ઘરમાં રહીને લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરે.
લોકોને ટોળાબંધીથી દૂર રાખવા અને લોકડાઉનનું પાલન કરાવવા ખેડા જીલ્લાના નડીયાદ, મહુધા તેમજ મહેમદાવાદ તાલુકાના વિવિધ ગામોમાં મુકવામાં આવેલા બાકડાઓને યુવાનો, ગ્રામ પંચાયત અને જાગૃત ગ્રામજનો દ્વારા ઉંધા ફેરવી દેવામાં આવ્યા છે. જેથી લોકો ત્યાં ટોળા વળીને ના બેસે અને લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરી પોતાના ઘરમાંજ રહે અને વાઈરસના ફેલાવાને અટકાવી શકે.
મહત્વનું છે કે, જીલ્લા પોલિસ તેમજ વહીવટી તંત્રના અનેક પ્રયાસો છતાં લોકોમાં ગંભીરતા જોવા મળી હતી નહીં અને ઠેરઠેર ટોળાં વળી લોકો દ્વારા બેજવાબદાર વર્તન કરવામાં આવતું હતું. જેને પગલે ગામના ચોક, મહોલ્લા, શેરી, ફળિયા, મંદીર તેમજ જાહે૨ માર્ગો પર બેસવા માટે મુકવામાં આવેલા બાકડાઓ યુવાનો દ્વારા ઉંઘા વાળી દેવામાં આવ્યા છે.