નડીયાદનડીયાદમાં પોતાના મિત્રને મળવા આવેલા આણંદ ખાતે રહેતા યુવાનને પતંગની દોરી ગળામાં ભરાઈ જવાના કારણે કરૂણ મોત મળ્યું હતું. ત્યારે પતંગની દોરીના કારણે મોતની વધુ એક ઘટના બનવા પામી છે. આવી વધુ ઘટનાઓ ન બને તે માટે ETV Bharat સૌને ધારદાર અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તથા પતંગ ચગાવતા તેમ જ વાહન ચલાવતા સાવચેતી રાખવાની અપીલ કરે છે.
આ પણ વાંચોચાઈનીઝ દોરી વેચતાં 10 વિક્રેતાઓની કરાઇ ધરપકડ, પોલીસે આપ્યો સંદેશ
નડીયાદના પ્રવેશદ્વારમાં જ કપાયું ગળું નડીયાદ શહેરના સરદારનગર પ્રવેશદ્વાર પાસે દોરીથી ગળું કપાઈ જતા આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નીપજ્યુ હતું. આણંદમાં રહેતા અને રેલવેમાં નોકરી કરતા 38 વર્ષીય વિપુલ ઠક્કર નડીયાદમાં રહેતા પોતાના મિત્રને મળવા આવ્યા હતા, જ્યાં મિત્રને મળ્યા બાદ તેમને કોઈ કામ હોવાથી મિત્રનું બાઈક લઈને નીકળ્યા હતા. તે દરમિયાન શહેરના સરદારનગર પ્રવેશ દ્વાર પાસે દોરી ગળામાં ફસાઈ જતા રોડ પર જ ફસડાઈ ગયા હતા.
દોરી ફસાતા મોટા પ્રમાણમાં લોહી વહી ગયુંઅચાનક દોરી ફસાતા રોડ પર ફસડાઈ જતાં આજુબાજુથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અહીં તેમને ખૂબ લોહી નીકળતું હોવાથી તાત્કાલિક એક્ટીવા ઉપર નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. ખૂબ વધારે પ્રમાણમાં લોહી નીકળી ગયું હોવાથી તેમને શહેરની મહાગુજરાત હોસ્પિટલ રિફર કરાયા હતા, પરંતુ લોહી વહી જવાના કારણે મોત નીપજ્યું હતું. તેને લઈ હોસ્પિટલમાં પરિવારજનોનો કરૂણ કલ્પાંત છવાયો હતો.
આ પણ વાંચોવ્યક્તિ કે પક્ષીનું ગળું કપાય તે પહેલાં પોલીસે જપ્ત કરી ચાઈનીઝ લગામ
સાવચેતી એ જ સલામતીચાઈનીઝ દોરીની ઘાતક અસરોને લઈને સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરનારા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે કાર્યવાહીથી બચવા તેમ જ નિર્દોષ માનવ અને પક્ષીઓના જીવ બચાવવા ચાઈનીઝ તેમ જ અન્ય ધારદાર ઘાતક દોરીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ સાથે જ ઘાતક દોરીથી રક્ષણ માટે વાહન ચલાવતી વખતે સલામતી માટે સેફ્ટી ગાર્ડ કે મફલરનો ઉપયોગ કરવો જોઈએ.
પોલીસની લાલ આંખઆપને જણાવી દઈએ કે, રાજ્યભરમાં ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. ઉત્તરાયણ પહેલા અનેક વેપારીઓ આવી દોરીનો વેપાર કરતા હતા, પરંતુ પોલીસે તેમને ઝડપી પાડી જેલહવાલે કર્યા હતા. આ ઉપરાંત પોલીસ રાજ્યભરમાં પતંગ બજારોમાં ચાઈનીઝ દોરીના વેચાણ અંગે તપાસ પણ કરી રહી છે.