- 2,500 કિલો દ્રાક્ષનો શણગાર તેમજ અન્નકૂટ ધરાવાયો
- મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો
- દ્રાક્ષનો પ્રસાદ હરિભક્તો અને જરૂરિયાતમંદોમાં વહેંચાયો
ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે દ્રાક્ષોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે વડતાલના દેવોને દ્રાક્ષના વિશેષ શણગાર ધરાવવામાં આવ્યા હતા તથા દ્રાક્ષઅન્નકુટ યોજાયો હતો. આ પ્રસંગે હજારો હરિભક્તોએ દ્રાક્ષ અન્નકુટ તથા શ્રીહરિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો:વડતાલ મંદિરના સંતો દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ
2,500 કિલો દ્રાક્ષનો શણગાર તેમજ અન્નકૂટ ધરાવાયો
દ્રાક્ષોત્સવની ઉજવણી માટે વડતાલ મંદિરના કોઠારી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ ખાતે નાસિક સ્વામિનારાયણ મંદિરથી પુજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ 2,500 કિલો દ્રાક્ષ દેવોને વિશેષ શણગાર ધરાવવા તથા અન્નકુટ ધરાવવા માટે મોકલી આપી હતી.
આ પણ વાંચો:વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાદાઈપૂર્વક જલઝીલણી મહોત્સવ ઉજવાયો
મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો
વડતાલ મંદિરમાં બિરાજતા દેવોને દ્રાક્ષના વિશેષ શણગાર ધરાવવામાં આવ્યા હતા. તથા દેવો સમક્ષ દ્રાક્ષનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો હતો. જેના દર્શન કરીને સંપ્રદાયના હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. સંધ્યાકાળે દ્રાક્ષનો પ્રસાદ ઉપસ્થિત હરિભક્તો તથા જરૂરીયાતમંદ અને દરિદ્રનારાયણોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવ્યો હતો.