- સંતરામ મંદિરમાં દિપમાળા ઉત્સવ રખાયો મોકૂફ
- કોરોના સંક્રમણને પગલે લેવાયો નિર્ણય
- દિપમાળા ઉત્સવમાં મંદિરમાં ભાવિકોનો થાય છે મેળાવડો
ખેડાઃ જિલ્લાના નડીયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રતિવર્ષ દેવ દિવાળીના પર્વે પર સંતરામ મંદિરમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં દિપમાળા ઉત્સવ ઉજવાય છે. આ દિપમાળા ઉત્સવ ચાલુ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખી સંપૂર્ણ મોકૂફ રાખવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય
સંતરામ મંદિરમાં મોટા પ્રમાણમાં ભક્તોનો મેળાવડો ન થાય અને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય માટે મંદિરના ગાદી મહંત રામદાસજી મહારાજ દ્વારા ભક્તોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.